ગુજરાત

gujarat

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ભારતની મદદની તુલના હનુમાનની સંજીવની બુટી સાથે કરી

કોરોના વાઈરસનું સંકટ દુનિયા પર વધતું જાય છે. અમેરિકા પછી બ્રાઝિલે પણ ભારતે કરેલી મદદ માટે ધન્યવાદ કહ્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેર બોલસોનારોએ વડાપ્રધાન મોદીને ધન્યવાદ કહ્યું છે, અને ભારતની મદદની તુલના હનુમાનની સંજીવની બુટી લાવવા સાથે કરી હતી.

By

Published : Apr 8, 2020, 6:26 PM IST

Published : Apr 8, 2020, 6:26 PM IST

Bolsonaro refers to Ramayan while requesting India for HCQ
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ભારતની મદદની તુલના હનુમાનની સંજીવની બુટી લાવવા સાથે કરી

હૈદરાબાદઃ કોરોના વાઈરસનું સંકટ દુનિયા પર વધતું જાય છે. અમેરિકા પછી બ્રાઝિલે પણ ભારતે કરેલી મદદ માટે ધન્યવાદ કહ્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેર બોલસોનારોએ વડાપ્રધાન મોદીને ધન્યવાદ કહ્યું છે, અને ભારતની મદદની તુલના હનુમાનની સંજીવની બુટી લાવવા સાથે કરી હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ 7 એપ્રિલે વડાપ્રધાન મોદીને કોરોના વાઈરસ મુદ્દે પત્ર લખ્યો હતો, જેમાં ભારત-બ્રાઝિલની મિત્રતાની વાત થઈ હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ વિકટ પરિસ્થિતિમાં જે રીતે ભારતે બ્રાઝિલને મદદ કરી છે, તે હનુમાનજીની સંજીવની બૂટી લાવવા બરાબર છે. હનુમાનજી રામના ભાઈ લક્ષ્મણને બચાવવા સંજીવની લેવા ગયા હતા.

બ્રાઝિલના આ વખાણનું કારણ હાઈડ્રૉક્સીક્લોરોક્વીન છે. ભારતે મંગળવારે કહ્યું હતું કે, જે દેશોને આ દવાની જરૂર છે ભારત તે દેશને આ દવા સપ્લાય કરશે.

ABOUT THE AUTHOR

...view details