ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બોલિવૂડ સ્ટાર્સનો રાજકારણમાં દબદબો, છેલ્લા 6 દાયકાથી અભિનેતા રાજનેતા બન્યાં - Raj Babbar

ન્યૂઝ ડેસ્કઃ દેશમાં લોકસભાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓ જીત મેળવવા વિવિધ સ્ટાર્સને મેદાનમાં ઉતારતા હોય છે. આમ, તો સિનેમા અને રાજકારણનો સંબંધ બહુ જ જૂનો રહ્યો છે. ફિલ્મ અને રમત-ગમતના સ્ટાર્સ આજ-કાલથી નહીં પણ છેલ્લા 6 દાયકાઓથી રાજકારણમાં સક્રિય રહ્યાં છે. આમ તો બોલીવૂડને રાજકારણમાં લાવવાના ટ્રેન્ડની શરૂઆત કોંગ્રેસે કરી હતી, ત્યારબાદ ભાજપ અને બંગાળમાં TMCએ પણ યથાવત રાખ્યું.

MP Modi

By

Published : Mar 31, 2019, 7:47 PM IST

ફિલ્મો અને રાજનીતિના સંબંધની શરૂઆત દક્ષિણમાં તેલૂગુ સ્ટાર કોંગારા નામના ફિલ્મી કલાકાર કરી. જેણે સૌપ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. રાજીવ ગાંધીના સમયગાળામાં ત્રણ મોટા કલાકારોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો. જેમાં બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પ્રયાગરાજથી, સુનિલ દત્તે નોર્થ વેસ્ટ મુંબઈથી અને વૈજયંતી માલાએ મદ્રાસથી જીત મેળવી. આ ઉપરાંત રાજેશ ખન્ના કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને નવી દિલ્હીમાં લાલ કૃષ્ણ અડવાણીને ટક્કર આપી. રાજેશ ખન્નાએ મોટી ફાઈટ આપી, જેથી અડવાણીને બહું ઓછાં મત મળ્યા, ત્યારબાદ અડવાણી ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક આવી ગયા હતા.

રાજેશ ખન્ના બાદ વિનોદ ખન્ના ભાજપમાં જોડાયા અને ચૂંટણી જીત્યાં. રાજ બબ્બરે પણ રાજકારણમાં જોડાયા. રાજ બબ્બર 1999માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને બે વર્ષ સુધી ચૂંટણી જીત્યાં, ત્યાર બાદ 2009માં રાજ ફિરોઝાબાદ બેઠક પર કોંગ્રેસમાંથી મેદાનમાં ઊતર્યા અને જીત્યાં. 2014માં રાજ બબ્બર ગાઝિયાબાદથી ચૂંટણીમાં લડ્યા, પરંતુ વી.કે. સિંહે સામે હારી ગયાં.

ગોવિંદા, ધર્મેન્દ્ર અને જયાએ ત્રણ જુદી-જુદી પાર્ટી સાથે રાજકારણમાં એન્ટ્રી કરી. જેમાં કોંગ્રેસ તરફથી ગોવિંદાએ, ભાજપમાંથી ધર્મેન્દ્ર અને સમાદવાદી પાર્ટીમાંથી જયા પ્રદા. આ તમામ અભિનેતાઓ ચૂંટણી લડ્યા. જ્યાં જય પ્રદા સિવાય કોઈ કલાકાર રાજકારણમાં ટકી શક્યા નહીં. હવે જય પ્રદા ભાજપમાં જોડાઈ ગયાં છે. રાજકારણમાં ભાજપ 'શત્રુ' કહેવાતા શત્રુધ્ન સિન્હા પહેલેથી સક્રિય રહ્યા હતાં, પરંતુ ભાજપે નકારતા બાગી બન્યાં. શત્રુઘ્ન સિન્હા પટણાસાહિબથી બે ટર્મ સુધી ચૂંટણી જીત્યાં છે.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે. જેમાં પણ અભિનેતા અને રાજકારણીઓનો સુમેળ યથાવત છે. જેમાં મુન મુન સેન (TMC), સંધ્યા રોય (TMC), હેમા માલિની (BJP), પરેશ રાવલ (BJP), બાબુલ સુપ્રિયો (BJP), કિરણ ખેર (BJP) અને મનોજ તિવારી (BJP), ઉર્મિલા માતોંડકર (કોંગ્રેસ), ક્રિશા કોપેકર(BJP)નું નામ સામેલ છે.

હવે વાત કરીએ સાઉથની તો તેમાં સૌથી પહેલા જયલલિતાનું નામ આગળ આવે. જે બાદ MJR, NTR, રજનીકાંત, કમલ હસન, NTR પરિવાર, પવન કલ્યાણ જેવા અનેક સાઉથના સુપર સ્ટાર અભિનેતામાંથી નેતા બન્યા છે. આ વખતે બંગાળમાં પણ TMCએ ચાર અભિનેત્રીને ટિકિટ આપી છે.

ABOUT THE AUTHOR

...view details