ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બૉલીવુડ સિતારાઓને ગમ્યો 'Howdy Modi 'કાર્યક્રમ, આ અંદાજમાં કર્યા વખાણ - Prime Minister Narendra Modi

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે અમેરિકાના હ્યુસ્ટનમાં મેગા ઇવેન્ટમાં ભારતીય અમેરીકી સમુદાયના 50,000 લોકોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બૉલીવુડની તમામ હસ્તીઓએ PMના ભાષણની પ્રશંસા કરી હતી.

etv bharat sitara

By

Published : Sep 23, 2019, 4:45 PM IST

નરેન્દ્ર મોદી અને અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં રવિવારે 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50,000 લોકોને સંબોઘ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીના વખાણ કર્યાં હતા. જયારે PM મોદીએ અમેરીકાને ભારતનું મિત્ર ગણાવ્યુ્ં હતું. વિકાસનો નારો આપતા PM મોદીએ આતંકવાદ પર પ્રહાર કર્યો હતો. દુનિયાભરમાં આ બન્ને નેતાઓના વખાણ થઇ રહ્યાં છે. આ સમયે બૉલિવુડ સિતારાઓએ પણ પોતાની ખુશી વ્યકત કરી હતી.

બૉલિવુડના દબંગ એકટર સલમાન ખાને ટ્વીટ કરીને PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વખાણ કર્યા હતા. સલમાને લખ્યું હતું કે, PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની 2 દેશો વચ્ચેની ભાગીદારી બહુ જ આગળ જશે.

બોલીવુડ સિતારાને ગમ્યો 'હાઉડી મોદી'કાર્યક્રમ,આ અંદાજમાં કર્યા વખાણ

કરણ જોહરે પણ તેને ગર્વની ક્ષણ બતાવી હતી. કરણે લખ્યું હતું કે, ભારત અને વિશ્વભરમાં વસતા ભારતીયો માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ હતી. તેમજ નરેન્દ્ર મોદીએ પ્રેરણાદાયક ભાષણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ લોકોની ભીડ સાથે ભારતીય વડાપ્રધાનને અભિવાદન આપતા રહ્યા.

બોલીવુડ સિતારાને ગમ્યો 'હાઉડી મોદી'કાર્યક્રમ,આ અંદાજમાં કર્યા વખાણ

અભિનેતા અનુપમ ખેરે લખ્યું કે, બધું અદભુત હતું. મેં કયારેય બે દેશો વચ્ચેની આવી બોન્ડિંગ જોઇ નથી. હ્યુસ્ટનમાં 50,000 ભારતીયોનો પ્રતિસાદ અને તેનો ઉત્સાહ ઐતિહાસિક હતો. માનનીય નરેન્દ્ર મોદી તમે એક રોકસ્ટાર છો. જય હો.

બોલીવુડ સિતારાને ગમ્યો 'હાઉડી મોદી'કાર્યક્રમ,આ અંદાજમાં કર્યા વખાણ

હમણાં જ ન્યુયોર્કથી ઇલાજ કરાવીને ભારત પાછા આવેલા ઋષિકપૂરે લખ્યું કે '#howdymodi “Go Modi” - “Go Trump” - Houston, US. Proud of our being. સમુદાય પર ગર્વ છે. ભારત પર ગર્વ છે.'

બોલીવુડ સિતારાને ગમ્યો 'હાઉડી મોદી'કાર્યક્રમ,આ અંદાજમાં કર્યા વખાણ

વિવેક ઓબરોયે લખ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતીયોને આટલું ગર્વ કરાવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અમે ખાલી ક્લ્પના જ કરી હતી. તમે એ વાસ્તવિકમાં બદલી નાખી.

બોલીવુડ સિતારાને ગમ્યો 'હાઉડી મોદી'કાર્યક્રમ,આ અંદાજમાં કર્યા વખાણ

આ આયોજનને ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે ટ્વીટર પર નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા અને લખ્યું કે, દુનિયાના બે નેતાઓ અને બે લોકતંત્રના પ્રમુખને જોવા એક શાનદાર અને ઐતિહાસિક ક્ષણ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ ઉપર ભવિષ્યમાં બન્ને રાષ્ટ્રોના સંબધ મજબૂત જોવાની ઇચ્છા છે.

બોલીવુડ સિતારાને ગમ્યો 'હાઉડી મોદી'કાર્યક્રમ,આ અંદાજમાં કર્યા વખાણ

અભિનેતા રણદીપ હુડાએ પણ ટ્વીટ કર્યુ હતું કે, એક વખત ફરીથી ભારતીય બનવાનો ગર્વ છે. #IndiansAroundTheWorld,

બોલીવુડ સિતારાને ગમ્યો 'હાઉડી મોદી'કાર્યક્રમ,આ અંદાજમાં કર્યા વખાણ

ABOUT THE AUTHOR

...view details