ન્યુઝ ડેસ્ક : ભારતના 71મા પ્રજાસત્તાક દિવસના અવસરે રાજપથ પર આયોજિત થનારા સમારોહમાં દેશની સૈન્ય શક્તિ, બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસો અને સામાજિક-આર્થિક પ્રગતિનું ભવ્ય પ્રદર્શન થશે. પ્રજાસત્તાક દિવસ સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં છે.
અમિતાભ બચ્ચન સહિત બૉલીવુડ સેલિબ્રિટીએ 71મો પ્રજાસત્તાક દિવસની ફેન્સને પાઠવી શુભકામના - Republic Day
દેશ 71મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, ત્યારે બોલીવુડ સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર ફેન્સને શુભકામના પાઠવી રહી છે. તે નિમિતે બોલીવુડના શહેનશાહ પણ શુભકામના પાઠવવામાંથી બાકાત રહ્યાં નથી.
![અમિતાભ બચ્ચન સહિત બૉલીવુડ સેલિબ્રિટીએ 71મો પ્રજાસત્તાક દિવસની ફેન્સને પાઠવી શુભકામના etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5846482-thumbnail-3x2-asd.jpg)
etv bharat
પ્રજાસત્તાક દિવસ પર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, માધુરી દિક્ષીત, અનુપમ ખેર, તાપસી પન્નૂ અને વિક્કી કૌશલથી લઈ બોલિવુડ સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર ફેન્સને પ્રજાસત્તાકની શુભકામના પાઠવી છે. તે નિમિતે બોલીવુડના શહેનશાહ અમીતાભ બચ્ચન પણ તેમાંથી બાકાત રહ્યાં નથી અને ફેન્સને પ્રજાસતાક પર્વ નિમિતે શુભકામના પાઠવી હતી.