ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બોલીવુડનું રિએક્શન - બોલીવુડ

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટ આપેલા ચૂકાદાને પ્રશંસકોએ આવકર્યો છે. આ સાથે ઘણા બોલીવુડ સિતારાઓએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે.

bollywood celebs on sushant singh rajput suicide case supreme court decision
bollywood celebs on sushant singh rajput suicide case supreme court decision

By

Published : Aug 19, 2020, 10:39 PM IST

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તપાસ કરવાની મંજૂરી આપી છે. જે કારણે બોલીવુડના ઘણા સિતારાઓ ખુશી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે બિહારમાં દાખલ કરવામાં આવેલી FIRને સાચી ગણાવી છે અને તેના આધાર પર બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલી CBI તપાસની અરજી અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા CBI તપાસના આદેશને સાચો ઠેરવ્યો છે. CBI તપાસના આદેશ મળ્યા બાદ સુશાંતનો પરિવાર, તેના કરોડો ફેન્સ અને બોલિવૂડની ઘણી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.

અભિનેતા નીલ નીતિન મુકેશ એ ટ્વીટજ પર લખ્યું કે, ન્યાય મળે છે, ભગવાન મહાન છે.

પરિણિતી ચોપરાએ ટ્વિટ કરી જણાવ્યું કે, આ એક સકારાત્મક પગલું છે. આ નિર્ણયનું સન્માન કરો અને CBIને પોતાનું કામ કરવા દો અને અફવાથી દૂર રહો.

પ્રાચી દેસાઇએ પણ તસવીરો શેર કરી સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, નિમરત કૌર, તુષાર કપૂર અને મધુર ભંડારકરે પણ પોસ્ટ શેર કરી પોતાની ખુશી જાહેર કરી છે.

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડા અને કો-સ્ટાર સંજના સાંધી અને સ્વસ્તિકા મુખર્જીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.

ABOUT THE AUTHOR

...view details