આ હુમલામાં 44CRPF જવાનોના મોત થયા છે. 45થી વધુ જવાન ઘાયલ થયા છે. હિન્દી સિનેમા સાથે સંકળાયેલા સિતારાઓ તેની નિંદા કરી રહ્યા છે. અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગન, અભિષેક બચ્ચન, અશોક પંડિત, અનુપમ ખેર, મધુર ભંડારકર, વરુણ ધવન અને વિશાલ ડડલાની જેવા સ્ટાર્સે આ ઘટનાની નિંદા કરી છે.
ફિલ્મમેકર અશોક પંડિતે કહ્યું કે, 'આપણા 13 સૈનિકો જૈશ-એ-મોહમ્મદ દ્વારા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. આ બધું જોવું ખુબ દુ:ખની વાત છે. એવા દેશમાં જ્યાં કહેવાતા લિબરલ્સ અફઝલ ગુરુની માફી માંગે છે, ત્યાં આવી ઘટનાઓ બનતી રહેશે. હું આપણા સૈનિકોને નુકસાન પહોંચાડે તેવા દુશ્મનોને તાત્કાલિક જવાબ આપવા સરકારને વિનંતી કરવા માંગુ છું. "પંડિતે વીડિયો દ્વારા તેમનું દુઃખ વ્યક્ત કર્યું હતું'
બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખે લખ્યું કે,'પુલવામાંથી ખરેખર દર્દનાક ખબરો આવી રહી છે. તે પરિવાર સાથે મારી સાંત્વના છે. જેને પોતાનાને આ ઘટનામાં ગુમાવ્યા છે. કાયરોએ એકવાર ફરી આવું નિદનીય કાર્ય કર્યું છે.'
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં દેખાયેલ મોહિત રૈનાએ પણ આ હુમલાને કાયરતા તરીકે વર્ણવ્યું હતું. તેમણે લખ્યું કે, "ભારતના બહાદુર પુત્રોને શ્રદ્ધાંજલિ. જ્યારે તેઓને (આતંક) ખબર પડશે કે, કોઈ સ્વતંત્રતા નથી, કારણ કે કોઈ ગુલામી નથી, આ મર્યાદિત અને લોભી લોકો દ્વારા રમવામાં આવતી રમત છે. આ સીધી રીતે જીવનનું નુકસાન છે. "
અનુપમ ખેર અને મધુર ભંડારકરે પણ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી.