ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીને અભિનંદન પાઠવવા સેલેબ્સે ચલાવ્યો ટ્વીટ્સનો મારો... - PM Narendra Modi

મુંબઈ: લોકસભા ચૂંટણી-2019ની મતગણતરી ચાલી રહી છે, ત્યારે આંશિક પરિણામો જોતા જ દેશમાં એકવાર ફરી મોદી સરકાર બનાવવાની આશાને વેગ મળી રહ્યો છે. મતગણતરીના આ વલણને જોતા બોલીવુડે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવાની શરૂઆત કરી દીધી છે.

બોલીવુડ સેલીબ્રિટીએ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન

By

Published : May 23, 2019, 5:53 PM IST

એક્ટર રિતેશ દેશમુખે અભિનંદન આપતા ટ્વીટ કર્યું કે, ભારતે નિર્ણય કર્યો છે. જનતંત્રએ ઉજવણી કરવી જોઈએ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જંગી જીત માટે અભિનંદન.

રિતેશ દેશમુખે ટ્વીટ કર્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જંગી જીત માટે અભિનંદન.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીમાં નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવનાર વિવેક ઓબેરયો પોતાની ફિલ્મનું પોસ્ટર શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ પોસ્ટર પર નરેન્દ્ર મોદીના પાત્રમાં દેખાતા વિવેક બંને હાથ ઉઠાવીને જીતનું અભિવાદન કરી રહ્યાં છે.

વિવેક ઓબરોયે પોતાની ફિલ્મનું પોસ્ટર શેર કરી પોતાની લાગણી વ્યક્ત કરી

પોસ્ટર પર લખ્યું છે, ફરી એકવાર આવી રહ્યાં છે નરેન્દ્ર મોદી. હવે કોઈ રોકી નહીં શકે, ફિલ્મ 24 મેના રિલીઝ થઈ રહી છે.

આ સાથે જ ગાયિકા આશા ભોંસલેએ પણ લખ્યું કે, ભારતીય મતદાતાઓએ બુદ્ધિમતા સાથે મતદાન કર્યું છે. આદરણીય પીએમ મોદી, NDA અને BJPને અભિનંદન. જે દેશને સુવર્ણ યુગમાં લઈ ગયા છે. જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા.

આશા ભોંસલેએ લખ્યું કે, ભારતીય મતદાતાઓએ બુદ્ધિમતા સાથે મતદાન કર્યું છે.

શેખર સુમને બીજેપીની જીત પર અભિનંદન આપતા લખ્યું છે કે, મોદી એક યોદ્ધા તરીકે ચમક્યા છે તેમજ તેઓ એક રીતે તેઓ વન મેન આર્મી સમાન છે.

શેખર સુમને લખ્યું કે, મોદી એક યોદ્ધા તરીકે ચમક્યા છે.

બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક રહે ચુકેલા અનુપમ ખેરે માત્ર એટલું જ લખ્યું છે કે આએગા તો (આવશે તો)... અને તેના પછી સ્માઈલી બનાવીને છોડી દીધું છે.

અનુપમ ખેરે ટ્વીટ કરીને કહ્યું, આએગા તો...

આપને જણાવી દઈએ કે, અનુપમની પત્ની કિરણ ખેર બીજેપીની ટિકિટ પર ચંડીગઢથી બીજીવાર લોકસભા ચૂંટણીમાં જંપલાવ્યું છે.

અભિષેક બચ્ચને પણ પોતાના ટ્વીટમાં ફિંગર્સ ક્રોસ્ડનું સ્ટીકર આપીને પરિણામ માટે પોતાની ઉત્તેજના જાહેર કરી.

અભિષેક બચ્ચને ટ્વીટમાં ફિંગર્સ ક્રોસ્ડનું સ્ટીકર આપીને પોતાની ઉત્તેજના જાહેર કરી

ABOUT THE AUTHOR

...view details