ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશદ્રોહ મામલે પોતાનું નિવેદન નોંધાવવા અભિનેત્રી કંગના રનૌત બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી - ઈટીવી ભારત

દેશદ્રોહ મામલામાં પોતાનું નિવેદન નોંધાવવા બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની બહેન રંગોલી સાથે આજે બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. મુંબઈ પોલીસે કંગનાને સમન્સ મોકલાવી પૂછપરછ માટે તેને બાંદ્રા પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું.

કંગના રનૌત
કંગના રનૌત

By

Published : Jan 8, 2021, 4:04 PM IST

  • અભિનેત્રી કંગના રનૌત બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી
  • મુંબઈ પોલીસે કંગનાને સમન્સ મોકલાવી પૂછપરછ આવવા જણાવ્યું
  • દેશદ્રોહ મામલે નોંધાવ્યું પોતાનું નિવેદન

મુંબઈ: દેશદ્રોહ મામલામાં પોતાનું નિવેદન નોંધાવવા બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની બહેન રંગોલી સાથે આજે બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. મુંબઈ પોલીસે કંગનાને સમન્સ મોકલાવી પૂછપરછ માટે તેને બાંદ્રા પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું હતું. આપને જણાવી દઈએ કે, કંગના રનૌત સામે સમાજમાં નફરત ફેલાવવાના મામલે FIR દાખલ કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, ફરિયાદીએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કંગના વિરૂદ્ધ FIR નોંધાવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કંગના રનૌત તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા બે સમુદાયોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. આ પછી, મુંબઈ પોલીસે બંને બહેનોને પોલીસ મથકે આવીને નિવેદન નોંધવવા સમન્સ મોકલ્યું હતું. પરંતુ કંગના અને રંગોલીએ જુદા જુદા કારણો આપ્યા હતા અને તેઓ પોલીસ મથકે હાજર થયા નહતા.

પોતાની સામેની ફરિયાદને રદ્દ કરવા કંગનાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌત સામેની FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કંગના રનૌત અને તેની બહેન રંગોલીને 8 જાન્યુઆરીએ બપોરે 12થી બપોરે 2 વાગ્યા દરમિયાન બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ અપાયો હતો.

ABOUT THE AUTHOR

...view details