આંધ્રપ્રદેશઃ જ્યાં મુશ્કેલી હોય છે ત્યાં સુપર હિરોની જેમ અભિનેતા સોનુ સૂદ પહોંચી જાય છે. સોશિયલ મીડિયાનાં આ યુગમાં મુશ્કેલીની જાણ જેટલી જલદી થાય છે એટલી જ જલદી મદદની પહેલ પણ થઈ રહી છે.
બળદનો વિકલ્પ બનેલી આ ' બેટી'ની મદદ માટે આગળ આવ્યા સોનુ સૂદ લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને પોતાના માદરે વતન મોકલી માનવતાનું ઉદાહરણ આપનારા સોનુ સૂદે એક ખેડૂતને ટ્રેકટર ખરીદી આપવાનું વચન આપ્યું છે.
આંધ્રપ્રદેશનાં ચીતૂર જિલ્લામાં ખેડૂત પાસે બળદ ન હોવાથી તેમની બે દિકરીઓ બળદની જગ્યાએ હળ ખેંચી ખેતી કરી રહી છે. વીડિયોમાં હસ્તા મોઢે બળદની જગ્યાએ પોતે જ ખેતી કરતી દિકરીઓનો હસ્તો ચહેરો જોઈ રડવું આવી જાય.
બળદનો વિકલ્પ બનેલી આ ' બેટી'ની મદદ માટે આગળ આવ્યા સોનુ સૂદ સોનુ સૂદે આ વીડિયો ટ્વીટર પર મુકી ખેડૂત નાગેશ્વર રાવ અને તેમની બે દિકરીઓને સપોર્ટ કરી તેમના માટે ટ્રેકટર ખરીદી આપવાનું વચન આપ્યુ છે. આ ઉપરાંત દિકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવાની અપીલ કરી છે.