આંધ્ર પ્રદેશમાં ગોવાદરીમાં નદીમાં રવિવારે સહેલાણીઓથી ભરેલી એક હોડી ડૂબી ગઈ છે. હોડી પર 60 લોકો સવાર હતા. જેમાંથી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. SDRF અને NDRFની ટીમ હાલ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હાલ મુખ્યપ્રધાન જગનમોહન રડ્ડી સરકારમાં પ્રધાન અવંતી શ્રીનિવાસ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મુખ્યપ્રધાને પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરી રિપોર્ટ માગ્યો છે.
આંધ્ર પ્રદેશ: 60 સહેલાણીઓથી ભરેલી હોડી ડૂબી, 10 લોકોના મોત - યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય
આંધ્ર પ્રદેશ: આંધ્રમાં ગોદાવરી નદીમાં એક હોડી ડૂબી ગઈ છે. આ હોડીમાં 60 લોકો સવાર હતા. જેમાંથી 10 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. SDRF અને NDRFની ટીમ હાલ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મુખ્યપ્રધાન જગનમોહન રડ્ડી સરકારમાં પ્રધાન અવંતી શ્રીનિવાસ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સરકારે મૃતક પરિવારજનોને 10 લાખની સહાય કરવાની પણ જાહેરાત કરી છે.
![આંધ્ર પ્રદેશ: 60 સહેલાણીઓથી ભરેલી હોડી ડૂબી, 10 લોકોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4448550-thumbnail-3x2-l.jpg)
Boat sinks in Andhra Pradesh
60 સહેલાણીઓથી ભરેલી હોડી ડૂબી
મુખ્યપ્રધાન રેડ્ડીએ અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરવાનો આદેશ આપી દીધો છે.મુખ્યપ્રધાન અધિકારીઓને રાહત અને બચાવમાં શક્ય તમામ મદદ કરવાની હૈયાધારણ આપી છે. મુખ્યપ્રધાને અહીં અધિકારીઓને ત્તાત્કાલિક ધોરણે નદીનાં હોડી ચલાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, તથા લાયસન્સ ચેક કરવાનો પણ આદેશ આપ્યો છે.
Last Updated : Sep 15, 2019, 7:31 PM IST