ગુજરાત

gujarat

By

Published : Aug 6, 2020, 9:09 AM IST

ETV Bharat / bharat

બિહારના સહરસામાં બોટ પલટી, 3ના ડૂબવાથી મોત, 2 ગુમ

બિહારના સહરસા જિલ્લાના સલખુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બગુલવા ટોલ પાસે મંગળવારે સાંજે જોરદાર વાવાઝોડા આવવાથી લોકો ભરેલી બોટ ડૂબી ગઇ હતી. આ બોટમાં 14 લોકો સવાર હતા. જેમાં 5 લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોમાંથી 2 લોકોના મૃતદેહ બુધવારે મળી આવ્યાં છે.

બિહાર
બિહાર

બિહાર: સહરસા જિલ્લાના સલખુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બગુલવા ટોલ પાસે મંગળવારે સાંજે વરસાદ સાથે જોરદાર વાવાઝોડું આવવાથી લોકો ભરેલી બોટ ડૂબી ગઇ હતી. આ બોટમાં 14 લોકો સવાર હતા. જેમાં 5 લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોમાંથી 2 લોકોના મૃતદેહ બુધવારે મળી આવ્યાં છે. જ્યારે એકનો મૃતદેહ મંગળવારે જ મળી આવ્યો હતો.

એસડીઆરએફની ટીમ ગુમ થયેલા લોકોની તપાસ કરી રહી છે. વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે હાજર હતા. તેમજ સ્થાનિક લોકપ્રતિનિધિએ આ ઘટના માટે વહીવટી તંત્રને દોષી ઠેરવ્યું છે. બીજી તરફ જિલ્લા કાઉન્સિલર ઓમપ્રકાશ નારાયણનું માનીએ તો આ વિસ્તારમાં વહીવટી કક્ષા તરફથી બોટની કોઇ વ્યવસ્થા નથી, ત્યારે સ્થાનિક લોકો નાની બોટ લઇ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.

ઘટનાસ્થળે પહોંચેલ પ્રશાસન અઘિકારી

આ ઘટના માટે સંપૂર્ણપણે વહીવટ જવાબદાર છે, ત્યાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે રાજ્યપાલ ફાગુ ચૌહાણ અને મુખ્યપ્રધાન નીતિશ કુમારે રાજ્યના ખગરીયા, સહરસા અને દરભંગા જિલ્લાના બોટ-અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details