મુંબઇ: BMCએ લોકડાઉન નિયમોમાં રાહત આપતા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. BMCની નવી માર્ગદર્શિકા મુજબ, મુંબઈના મોલ્સ સિવાય અન્ય બજારો અને સ્થળોએ દુકાનો ઓડ-ઇવન આધારે શરૂ થશે. BMC એ આવી દુકાન પર સંપૂર્ણ સમય માટે ખોલવાની મંજૂરી આપી છે. જો કે, બધી દુકાનો અઠવાડિયામાં એકવાર બંધ રહેશે.
BMCએ મુંબઇમાં અનલોક-1ના નિયમોમાં આપી રાહત, નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ - mumbai municipal corporation
BMC (બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન)એ લોકડાઉન નિયમોમાં છૂટછાટ આપીને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. BMCની નવી માર્ગદર્શિકા મુજબ, મુંબઈના મોલ્સ સિવાય અન્ય બજારો અને સ્થળ પર દુકાનો ઓડ-ઇવન આધારે શરૂ થશે.
માર્ગદર્શિકા મુજબ, સોમવારથી શનિવાર સુધી દુકાનો ખુલ્લી રહેશે અને રવિવારે બધી દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત નવી માર્ગદર્શિકામાં અખબારોના છાપવા અને વિતરણને પણ મંજૂરી આપવામાં આવી છે. કોઇ પણ દુકાનદાર ઘરે ડિલિવરી કરે તો ડિલિવરી બોયને માસ્ક પહેરવાની અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની જરૂર રહેશે.
આ અંગે કમિશનર આઈ.એસ. ચહલે જણાવ્યું હતું કે, મુંબઈની કેટલીક પ્રયોગશાળાઓમાં કોરોના વાઇરસના ટેસ્ટનો રિપોર્ટ 18 દિવસમાં આપવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ વહીવટી અધિકારી ચહલે કહ્યું કે, તેમને જાણવા મળ્યું કે, 4 એપ્રિલે લીધેલા કોરોનાના ટેસ્ટનો રિપોર્ટ 22 એપ્રિલના રોજ આપાવમાં આવ્યો હતો. ચહલે કહ્યું કે, 'કેટલીક પ્રયોગશાળાઓ 18 દિવસ પછી રિપોર્ટ આપીન ગંભીર ગુનો કરી રહી છે. આ માટે તેઓ સજા પાત્ર છે.