ન્યૂઝડેસ્ક : Covid-19ના દર્દીઓની સારવાર માટેની એક ટેસ્ટ થેરાપી માટે ‘યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશને’ જોન્સ હોપકીંગ્સના સંશોધનકારોને સત્તાવાર રીતે મંજુરી આપી છે. આ થેરાપીમાં સ્વસ્થ થઈ રહેલા દર્દીઓના પ્લાઝમાનો ઉપયોગ કરવામાં આવશે.
સત્તાવાર રીતે કરવામાં આવેલી જાહેરાત મુજબ યુનિવર્સીટીને બ્લડ પ્લાઝમાનો ઉપયોગ હેલ્થ કેર પ્રોવાઇડર, દર્દીની નજીક રહેતા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેમજ જે દર્દીઓ જટીલ પરીસ્થીતિઓનો સામનો કરી રહ્યા છે તેવા લોકોની સારવાર કરવા માટે કરવામાં આવશે.
જોન્સ હોપકીંગ્સના ઇન્ફેક્શીયસ ડીસીઝના એક્સપર્ટ, આર્ટુરો કાસાડેવલ માને છે કે, આ ટેસ્ટથી Covid-19ના જે દર્દીઓ અતી જટીલ પરીસ્થીતિ ધરાવે છે તેવા દર્દીઓની સારવાર કરવામાં તેમજ કેટલાક હેલ્થકેર પ્રોવાઇડર્સની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ મળશે.
આ ટેસ્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સના ફીઝીસીયન અને વૈજ્ઞાનિકોની ટીમની મદદની જરૂર પડશે. દરેક હોસ્પીટલ અને બ્લડ બેંક દ્વારા Covid-19ના સર્વાઇવરના બ્લડ પ્લાઝમા લેવામાં આવશે અને ત્યાર બાદ તેને અલગ કરીને તેના પર પ્રક્રીયા કરવામાં આવશે.
કાસાડેવલના કહેવા પ્રમાણે, “આ ટ્રાયલ બાદ જાણી શકાશે કે આપણા હેલ્થ કેર વર્કર્સ અને દર્દીની નજીક રહેતા લોકોને Covid-19ની અસરથી દુર રાખવામાં પ્લાઝમા મદદરૂપ થશે કે કેમ...”
જે લોકો આ બીમારીને હરાવી ચુક્યા છે તેવા લોકો ના બ્લડ સેમ્પલ લેવા એ લાંબા ગાળા માટેનો અભિગમ છે. FDAની મંજુરી બાદ હવે સંશોધકો ટેસ્ટ કરવાનું શરૂ કરશે કે આ પ્લાઝમા હેલ્થ કેર વર્કર્સની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબુત કરવામાં અને આ રોગનો સામનો કરી રહેલા લોકોની સારવારમા મદદરૂપ થશે કે કેમ...
આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ એક નવી બીમારી છે અને અત્યાર સુધી તેની સારવાર માટે કોઈ અસરકારક રસી શોધી શકાઈ નથી. કાસાડેવલ અને તેમની ટીમ માને છે કે Covid-19 માંથી સ્વસ્થ થયેલા દર્દીઓના પ્લાઝમા કોરોના વાયરસથી જોખમ ધરાવતા લોકોમાં તાત્કાલીક રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે