હુમલા અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'થન્ગમીબન લીલા સિંગ ખોગનાન્ગખોગ ખાતે આવેલ વિધાનસભા ભવન પાસે ડ્યુટી કરી રહેલા સીઆરપીએફના જવાનો પર ઉગ્રવાદીઓએ સાંજે પાંચ વાગ્યાની આસપાસ બોમ્બથી હુમલો કર્યો હતો.'
મણિપુર વિધાનસભા ભવન પાસે બોમ્બ વિસ્ફોટ, બે CRPF જવાન ઘાયલ - CRPF જવાનો ઘાયલ
ઇમ્ફાલઃ મણિપુર વિધાનસભા પાસે ઉગ્રવાદીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે.
મણિપુરઃ વિધાનસભા ભવન પાસે બોમ્બ વિસ્ફોટ
ઘાયલ થયેલા સીઆરપીએફના જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે . ડૉક્ટરોએ જણાવ્યું કે, જવાનોની સ્થિતિ સુધારા પર છે
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હુમલો કરનાર ઉગ્રવાદીઓને પકડવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે.