ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 34 લોકોના મોત - crime

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારના રોજ એક વિસ્ફોટમાં અંદાજે 34 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 65થી વધુ લોકો ધાયલ થયા છે. આ વાતની જાણકારી ત્યાનાં અઘિકારીઓએ આપી હતી. આતંકવાદીઓએ ઉચ્ચ સુરક્ષાવાળા પુલ-એ-મહમુદ ખાન વિસ્તાર હેઠળ ઇમારતમાં પ્રવેશ કર્યો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ત્યાં પહોંચેલા સુરક્ષા દળો સાથે ફાયરીંગ શરૂ કર્યું હતુ.

kabul

By

Published : Jul 1, 2019, 4:24 PM IST

હુમલા વખતે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આતંકીઓએ પ્રથમ તો વિસ્ફોટથી ભરેલી કારને બ્લાસ્ટ કર્યા બાદ ફાયરીંગ શરૂ કર્યું હતુ. આ વિસ્તારમાં રક્ષા મંત્રાલયની એક શાખા, એક સ્પોટ્સ સ્ટેડિયમ, સૂચના અને સંસ્કૃતિ મંત્રાલયની એક શાખા નજીકમાં જ છે. મળતી વિગતો મુજબ, આ વિસ્ફોટનો અવાજ કેટલાયે કિલોમીટર સુધી સંભળાયો હતો. તેમજ ધુમાડાઓ નીકળતા દેખાયા હતા. અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

સોમવારના રોજ આ હુમલો ત્યારે થયો જ્યારે અફઘાનિસ્તાનમાં શાંતિ મંત્રણા માટે એક તાલિબાન પ્રતિનિધિમંડળ અને અમેરીકાના પ્રતિનિધિ કતરમાં સાતમા રાઉન્ડની બેઠક કરી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details