ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પટનાના ગાંધી મેદાન વિસ્તારમાં બ્લાસ્ટ, એક મહિલનું મોત, 4 ઈજાગ્રસ્ત

પટનાના ગાંધી મેદાનમાં સોમવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક મહિલનું મોત થયું છે, જ્યારે 4ને ઈજા થઈ છે. જે અંગે સિટી SP સેન્ટ્રલ ડી અમરકેશે જણાવ્યું કે, નાના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ જ કારણે આ ઘટના થઇ છે. જો કે, સ્થાનિક લોકોનું કહેવું છે કે, બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેના કારણે તમામ મકાનોને નુકસાન થયું છે.

ETV BHARAT
પટનાના ગાંધી મેદાન વિસ્તારમાં બ્લાસ્ટ

By

Published : Feb 10, 2020, 12:11 PM IST

પટના: બિહારની રાજધાની બ્લાસ્ટથી થરથરી ઉઠી છે. અહીંયાના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક ગાંધી મેદાન વિસ્તારમાં સોમવારે સવારે બ્લાસ્ટ થયો છે. જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

બ્લાસ્ટ પછીની સ્થિતી

1 મહિલા અને 3 બાળકો ઈજાગ્રસ્ત

આ બ્લાસ્ટમાં 1 મહિલા અને 3 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને PMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ બ્લાસ્ટ એક જૂના મકાનમાં થયો હતો. અહીંયા એક કોચિંગ સેન્ટર પણ ચાલી રહ્યું હતું.

બ્લાસ્ટ પછીની સ્થિતી

સિલિન્ડર મળ્યા સલામત

બ્લાસ્ટ થયો છે તે રૂમની બાજુમાં સ્થિત રસોડામાં સિલિન્ડરો સલામત જોવા મળ્યાં છે છે. જો કે, હાલ પોલીસે વિસ્ફોટક પદાર્થની તપાસ શરૂ કરી રહી છે. જે રૂમમાં બ્લાસ્ટ થયો હતો, તે રૂમની બાજુમાં રહેનારા વિદ્યાર્થીઓને પોલીસે પૂછપરછ કરવા માટે રોકી રાખ્યા છે.

ઘણા મકાનોને નુકસાન

બ્લાસ્ટ પછીની સ્થિતી

ઈટીવી ભારત સાથે ચર્ચા કરીને તે રૂમની બાજુમાં રહેનારા એક વિદ્યાર્થી અભિષેકે જણાવ્યું કે, તે પોતાના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો અને અચાનક જ આગળના રૂમમાં જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને કારણે આજુ-બાજુના ઘણા મકાનોમાં નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details