ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ, એકની હાલત ગંભીર - allert

હુબલીઃ કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર સોમવારે બ્લાસ્ટ થયો હતો. આ ધમાકામાં એક શખશને ગંભીર ઈજાઓ થઈ હતી. બ્લાસ્ટ થતાં રેલવે સ્ટેશન ઉપર દોડધામ સર્જાય હતી.

કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ, એકની હાલત ગંભીર

By

Published : Oct 21, 2019, 8:35 PM IST

પ્રાથમિક સમચારો અનુસાર, બ્લાસ્ટ એક બૉક્સમાં થયો હતો. આ બૉક્સ એક શખસ લઈને જઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્ટેશનને કોર્ડન કરીને તપાસ શરુ કરી છે.

આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને તાત્કાલીક નજીકના દવાખાનામાં ખસેડાયો છે. તપાસમાં હજુ એ સ્પષ્ટ નથી થયુ કે, બૉક્સમાં બ્લાસ્ટ થયો હતો કે મોબાઈલમાં. પોલીસે સીસીટીવી ફુટેજ તેમજ પ્લેટફોર્મ પર બેઠેલા લોકોની પુછપરછ કરી તપાસ આરંભી છે.

ABOUT THE AUTHOR

...view details