શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લોઅર મુંડામાં આંતકીઓ સાથે થયેલા ઘર્ષણમાં એક સ્થાન પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત 13 લોકો ઘાયલ થયા છે.
આજે સવારે અનંતનાગ જિલ્લામાં લોઅર મુંડામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થયું હતુ. જેમાં ત્રણ આતંકવારીઓ ઠાર માર્યા ગયા છે. આતંકવાદીઓએ દક્ષિણી કાશ્મીર જિલ્લામાં લોઅર મુંડા વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો.