ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિરોહીના રિસોર્ટમાં રોકાયા કોંગ્રેસી ધારાસભ્યો, ભાજપે કર્યો વિરોધ - રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રમુખ

ગુજરાત રાજ્યમાં રાજ્ય સભાની 4 સીટોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ક્રોસ વોટિંગનો ભય કોંગ્રેસને સતાવી રહ્યો છે. જે કારણે 19 ધારાસભ્યોને આબુ રોડ ખાતે આવેલા વાઇલ્ડવિંડ્સ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. લોકડાઉન અને કોરોના વાઇરસના ફેલાવા વચ્ચે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોને રોકાવા બદલ ભાજપે વિરોધ કર્યો છે. આબુ રોડ પાલિકા પ્રમુખ સુરેશ સિંદલના નેતૃત્વ હેઠળ ભાજપ કાફલા સાથે રિસોર્ટ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.

Gujarat MLAs in Sirohi
Gujarat MLAs in Sirohi

By

Published : Jun 7, 2020, 5:30 PM IST

Updated : Jun 7, 2020, 5:36 PM IST

રાજસ્થાનઃ દેશભરમાં લોકડાઉન લાગુ છે. તેવા સમય દરમિયાન હોટલ કે રિસોર્ટ બંધ છે. તેમાં કોઈને પણ રોકાવા પર પ્રતિબંધ છે. આવા સમયે કોંગ્રેસના 19 ધારાસભ્યો સહિત 30 લોકો જંબુડી સ્થિત વાઈલ્ડ વિંડ્સ રિસોર્ટમાં રોકાયા છે. આ બાબતે ભાજપે વિરોધ નોંધાવ્યો છે.

આબુ રોડ પાલિકા પ્રમુખ સુરેશ સિંદલ, ઓબીસી મોર્ચાના જિલ્લા અધ્યક્ષ મનીષ મોરવાલ, ભાજપ નેતા સ્વયં ઉપાધ્યાય સહિત ભાજપના હોદ્દેદારો રિસોર્ટમાં વિરોધ પ્રદર્શન કરી સરકારી નિયમોની દુહાઈ દેતા હતા. આ દરમિયાન તેમને માસ્ક નામનું પહેર્યું હતું. ભાજપના નેતાઓએ માસ્ક ચહેકા પર નહી પણ ગળા પર પહેર્યું હતું. આ બાબતે આબુ રોડ પાલિકા પ્રમુખે રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાનું પણ ધ્યાન દોર્યું છે.

રિસોર્ટમાં ધારાસભ્યોના રોકોવા બદલ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. પોલીસ પણ રિસોર્ટ ખાતે પહોંચી હતી. આબુ રોડ પાલિકા પ્રમુખ સુરેશ સિંદલે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસને તેમના ધારાસભ્યો ક્રોસ વોટિંગનો ડર લાગે છે. જે કારણે ગુજરાતના ધારાસભ્યોનો આ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોની વિરૂદ્ધ છે.

આ સાથે તેમને રાજસ્થાન રાજ્ય સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું કે, રાજ્ય સરકાર કોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં રોકીને લોકડાઉનના નિયમોની અવહેલના કરી છે.

Last Updated : Jun 7, 2020, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details