ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JP નડ્ડાની કાર્યકર્તાએને સૂચના, જરૂરતમંદોને રાશન પહોંચાડો, પરપ્રાંતિય મજૂરોની સંભાળ રાખો - bhajap news

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટી કાર્યકરોને કોવિડ -19ને ધ્યાનમાં રાખીને અમલમાં મુકાયેલા લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરીયાતમંદોને અન્ન અને રાશન આપવા માટે "ફીડ ધ નીડી" અભિયાનને સક્રિયપણે ચલાવવા અને પરપ્રાંતિય મજૂરોની દરેક સંભવિત કાળજી લેવા જણાવ્યું હતું.

nadda
nadda

By

Published : Apr 16, 2020, 11:48 PM IST

નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પક્ષના કાર્યકરોને લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરીયાતમંદોને ખોરાક અને રાશન આપવા માટે "ફીડ ધ નીડી" અભિયાનને સક્રિય પ્રોત્સાહન આપવા અને સક્રિયપણે ચલાવવા માટે કહ્યું હતું.

નડ્ડાએ આ વાત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી હતી, તેમણે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરવા અને કોવિડ-19 સામે જાગૃતિ લાવવા માટે પાર્ટી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભિયાનોની સમીક્ષા પણ કરી હતી.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 130 કરોડ દેશવાસીઓને કોરોના વાઇરસની અસરથી બચાવવા માટે કડક નિર્ણયો લઈ રહ્યાં છે અને લોકહિતની પણ સંપૂર્ણ કાળજી લેશે. સંકટના આ સમયમાં 31,072 કરોડ રૂપિયા વિવિધ યોજનાઓ હેઠળ 33.25 કરોડ લોકોના ખાતામાં મોકલવામાં આવ્યાં છે.

આ ઉપરાંત 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતી નિમિત્તે ભાજપે પક્ષના કાર્યકરોને તમામ માર્ગદર્શિકાને અનુસરીને વસાહતોમાં ગરીબોને ભોજન, રાશન આપવા અને "મેરી બસ્તી, કોરોના મુક્ત બસ્તી" અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details