ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં BJP નેતાઓ પર હુમલા યથાવત, આજે ફરી એક કાર્યકર્તા પર ગોળીબાર - gujaratinews

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બડગામમાં ભાજપના કાર્યકર્તા અબ્દુલ હમીદ નઝરને ગોળી મારી હતી, ત્યારબાદ કાર્યકર્તાને હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો હતો.

BJP worker
ભાજપના કાર્યકર્તા

By

Published : Aug 9, 2020, 10:20 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકીઓએ ભાજપના કાર્યકર્તાને ગોળી મારી હતી. આ અંગે બડગામ એસએસપીએ જણાવ્યું કે, રવિવારે વહેલી સવારે આતંકીઓએ અબ્દુલ હામિદ નઝરને ગોળી મારી હતી.

કાર્યકર્તા મધ્ય કાશ્મીરના બડગામમાં મોહિંદપુર વિસ્તારનો રહેવાસી છે. જે ભાજપનો કાર્યકર્તા છે. હાલમાં તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કુલગામમાં સરપંચ સજ્જાદ અહમદ ખાંડેની તેમના ઘર પર જ ગોળી મારી હત્યા કરાઈ હતી.

અનંતનાગ જિલ્લામાં પણ લાખા ભવન લર્કીપુરના સ્થાનિક સરપંચ અને કાશ્મીરી પંડિતની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી હતી. આ આતંકીમાં અજય પંડિત ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડતા તેમનું મોત થયું હતું.

બાંદીપોરામાં પણ સંદિગ્ધ આતંકીઓએ ભાજપના રાજ્ય કાર્યકારિણીના સભ્ય વીસીમ બારીની ગોળી મારી હત્યા કરી હતી. આતંકીઓએ ભાજપના નેતાના પિતા અને ભાઇની પણ ગોળીમારી મોતને ઘાટ ઉતાર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details