ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યા, અનેક ઇજાગ્રસ્ત - ગૃહ પ્રધાન અમિત શાહ

ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં 'વધુ અન્યાય નહીં' કેમ્પેન ચલાવી રહી છે. આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે, જેમાં જેમાં એક કાર્યકર્તાનું મોત થયું છે, જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા છે.

Etv Bharat, Gujarati News, WestBengal, BJP
પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યા

By

Published : Dec 13, 2020, 10:25 AM IST

  • પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યા
  • હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત
  • કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં 'વધુ અન્યાય નહીં' કેમ્પેન ચલાવી રહી છે ભાજપ

કોલકાતાઃ ઉત્તર 24 પગના જિલ્લાના બરાકપુરમાં એક ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાની ઓળખ સેકત ભોવાલ (24) રુપે થઇ છે.

ભાજપના કાર્યકર્તાની હત્યા

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 'વધુ અન્યાય નહીં' કેમ્પેન ચલાવી રહી છે. આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ પર હુમલાનો મામલો સામે આવ્યો છે, જેમાં જેમાં એક કાર્યકર્તાનું મોત થયું છે, જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા છે. બધા લોકોને કલ્યાણી જવાહલાલ નેહરૂ સ્મારક હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. સેકતને મૃત જાહેર કરવામાં આવ્યો છે. બિજપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યા

'નબન્ના ચલો' રેલીનું આયોજન

વધુમાં જણાવીએ તો પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી રહી છે. એક કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપે 'નબન્ના ચલો' રેલી પણ યોજી હતી.

ABOUT THE AUTHOR

...view details