અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપતા ભાજપનું મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનુ સપનું ચકનાચુર થઈ ગયુ છે. જ્યારે આ અંગે સુરત આવેલા ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશીએ જણાવ્યું કે, હાલ ભાજપ વિપક્ષમાં બેસશે અને ભાજપ વિપક્ષમાં બેસીને લોકહિતના કાર્યો કરશે.
ભાજપ વિપક્ષમાં બેસીને પણ પ્રજાહિતનાં કાર્ય કરશે: સંજય જોશી - surat political news
સુરત: ભાજપના નેતા સંજય જોશી હાલ સુરત અને અંકલેશ્વરની મુલાકાતે આવ્યા છે. ગુરૂવારે તેઓ સુરત એરપોર્ટ ખાતે આવ્યા ત્યારે તેઓએ મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ વિપક્ષમાં બેસીને પણ પ્રજાના હિત માટે કાર્ય કરશે.
BJP will sit in opposition
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ મહારાષ્ટ્રમાં એટલા માટે સરકાર બનાવી શકી નથી. કારણ કે, મહારાષ્ટ્રમાં અજિત પવાર ફરી ગયા છે, શિવસેનાએ પણ ભાજપનો સાથ છોડ્યો છે, તો હવે શિવસેના વિચારે. રાજનીતિમાં આવા ઉતાર ચઢાવ તો આવતા હોય છે.