ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દીદીને ‘જય શ્રીરામ’ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલશે ભાજપ - Gujarat

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનારી તૃણમૂલ કોંગ્રેસના જખ્મો પર મીંઠુ ભભરાવામાં ભાજપ પાછળ રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને જય શ્રીરામ લખેલા 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે.

ફાઈલ ફોટો

By

Published : Jun 2, 2019, 9:39 AM IST

પશ્ચિમ બંગાળમાં ભાજપના સાંસદ અર્જુન સિંહે કહ્યું કે, “અમે મુખ્યપ્રધાનના ઘર પર 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે, જેના પર 'જય શ્રીરામ' લખેલું હશે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુકેલા અર્જુન સિંહ સામન્ય ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તેઓએ આ વાત ભાજપ કાર્યકર્તાઓના સમૂહ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ થયા બાદ કહી, જે દિવસે તે સ્થાન બહાર પ્રદર્શન દરમિયાન 'જય શ્રીરામ' ના નારા લાગ્યા હતા. જયાં તૃણમૂલ કોંગ્રેસના નેતા બેઠક કરી રહ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details