હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર એક વાર ફરી કરનાલ સીટ પરથી લડશે, પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા ટોહાનાથી, યોગેશ્વર દત્ત બરોદા, સંદીપ સિંહ પિહોવા, બબીતા ફોગાટ દાદરીથી, પંચકુલાથી જ્ઞાનચંદ ગુપ્તા તથા અનિલ વીજ અંબાલાથી ચૂંટણી લડશે.
હરિયાણા ચૂંટણી: ભાજપે 78 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો ક્યા દિગ્ગજ ક્યાંથી લડશે - કોંગ્રેસમાં ઉમેદવારોની યાદીને લઈ મહામંથન
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણામાં જ્યારથી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ત્યાર આ બંને રાજ્યમાં રાજકીય પાર્ટીઓ એક્ટીવ થઈ ગઈ છે. આ રાજ્યોમાં મુખ્ય પાર્ટીઓમાં જોઈએ તો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની યાદીને લઈ મહામંથન ચાલી રહ્યા છે. ત્યારે આજે ભાજપે પોતાના 78 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.
જો કે, ગત રોજ કોંગ્રેસ પોતાની 51 ઉમેદવારોની પ્રથમ યાદી મહારાષ્ટ્ર માટે જાહેર કરી દીધી છે,પણ ભાજપમાં હજી ઉમેદવારોની યાદીમાં ખેંચતાણ કહો કે, મહામંથન ચાલી રહ્યા છે. ગઈ કાલ મોડી રાત સુધી વડાપ્રધાન મોદી અને અમિત શાહ તથા જેપી નડ્ડાની આગેવાનીમાં બેઠક મળી હતી. જેથી આજે ભાજપ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી સંભાવના છે.
ગત રોજ મોડી રાત સુધી વડાપ્રધાન મોદી અને અમિત શાહની આગેવાનીમાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જ્યાં ઉમેદવારોના નામ પર ગહન ચર્ચા થઈ હતી. જેથી આજે ભાજપ અહીં ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી સંભાવના છે. આ બંને રાજ્યોમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર છે.