પત્રકારો સાથે વાત કરાત ચંદ્રકાંત પાટિલે જણાવ્યુ હતું કે, ભાજપ પાસે સૌથી વધુ 119 ધારાસભ્યો છે. જેથી સરકાર ભાજપ જ બનાવશે.
મહારાષ્ટ્ર ભાજપનો સરકાર બનાવવાનો દાવો, 119 ધારાસભ્ય તેમની સાથેઃ ચંદ્રકાંત પાટિલ
મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે પ્રદેશમાં ભાજપની સરકાર બનશે તેવો દાવો કર્યો છે. ભાજપ પાસે ધારાસભ્યનું સંખ્યાબળ સૌથી વધારે હોવાથી તેમણે આ દાવો કર્યો હતો.
મહારાષ્ટ્ર ભાજપનો સરકાર બનાવવાનો દાવો, 119 ધારાસભ્ય તેમની સાથેઃ ચંદ્રકાંત પાટિલ
તેમણે ઉમેર્યુ હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પક્ષના વરિષ્ઠ નેતાઓ સમક્ષ આ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર બનાવવા માટે પ્રતિબદ્વ છીએ. ભાજપ વગર મહારાષ્ટ્રમાં કોઈ સરકાર ન હોઈ શકે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આ નિવેદન કોઈ નવો વળાંક આપશે કે પછી કોંગ્રેસ, શિવસેના અને એનસીપી કોમન મિનિમમ પ્રોગ્રામ પર સરકાર રચશે તે જોવું રહ્યું.