ભારતીય જનતા પાર્ટીના સ્વતંત્ર દેવ સિંહને ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. સ્વતંત્ર દેવ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારમાં પરિવહન પ્રધાન છે. સાથે સાથે ભાજપે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પણ બદલી દીધા છે. પાર્ટીએ હવે ચંદ્રકાન્ત પાટિલને મહારાષ્ટ્ર ભાજપના નવા અધ્યક્ષ બનાવ્યા છે.
યુપી અને મહારાષ્ટ્રમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી, જાણો કોણ નિભાવશે આ જવાબદારી - President
ન્યૂઝ ડેસ્ક: ભારતીય જનતા પાર્ટીના સ્વતંત્ર દેવ સિંહને ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. સ્વતંત્ર દેવ સિંહ હાલમાં યુપી સરકારના પરિવહન પ્રધાન છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારમાં પ્રધાન બન્યા બાદ મહેન્દ્રનાથ પાંડેએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.
જણાવી દઇએ કે કેન્દ્ર સરકારમાં પ્રધાન બનવા બાદ વર્તમાન મહેન્દ્ર નાથ પાંડેએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ભાજપની "એક વ્યક્તિ એક પદ"ની નીતિ અંતર્ગત કેન્દ્રીય પ્રધાન બનવા બાદ મહેન્દ્ર નાથ પાંડે એક સાથ યુપી ભાજપ અધ્યક્ષ તથા કેન્દ્રીય પ્રધાન પર ન રહી શકે તેથી તેમણે રાજીનામું આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહએ જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્વતંત્ર દેવ સિંહને યુપી ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી છે.
તો આ બાજુ મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ રાવસાહેબ દાનવેએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમના સ્થાને ચંદ્રકાન્ત પાટિલને મહારાષ્ટ્રના ભાજપના અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રિય સચિવ અરૂણ સિંહ તરફથી જાહેર કરવામાં આવનારી પ્રેસ નોટમાં આ વાતની જાણકારી આપવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે, રાવસાહેબ દાનવેએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્રમાં અધ્યક્ષ પદની જવાબદારી આપી હતી. દાનવેને મોદી સરકારમાં રાજ્યપ્રધાન બનાવામાં આવ્યા છે.