રાજસ્થાનઃ રાજસ્થાનમાં બદલાતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે શુક્રવારથી શરૂ થનારા રાજસ્થાન વિધાનસભાના અધિવેશનમાં ભાજપ ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. ભાજપના મુખ્યમથક ખાતે યોજાયેલી ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૃહમાં મૂકવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. તેના પર ધારાસભ્યોની સહી પણ લેવામાં આવી હતી. વિપક્ષી નેતા ગુલાબચંદ કટારિયાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં આ માહિતી આપી.
રાજસ્થાન: ગેહલોત સરકાર વિરુદ્ધ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે ભાજપ - રાજસ્થાન ન્યૂઝ
રાજસ્થાનમાં બદલાતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે શુક્રવારથી શરૂ થનારા વિધાનસભા સત્રમાં ગેહલોત સરકાર વિરુદ્ધ ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. ભાજપના મુખ્યાલય ખાતે યોજાયેલી ધારાસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કટારિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોના વિકાસના કામ અટવાઈ ગયા છે. આવી સ્થિતિમાં ભાજપ સત્રના પહેલા દિવસે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. જો કે, કટારિયાએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પાછળ ભાજપની વ્યૂહરચના જાહેર કરવાનું ટાળ્યું હતું. હાલના ભાજપના ધારાસભ્યોની સંખ્યા 72 છે અને ગૃહમાં આરએલપીના 3, ધારાસભ્યોની સંખ્યા 75 છે. તેથી જો ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે છે તો ત્યાં સુધી પહોંચવા માટે અન્ય અપક્ષ અથવા બળવાખોર કોંગ્રેસના ધારાસભ્યોની પણ મદદ લેવી પડશે. પરંતુ વિપક્ષી નેતા ગુલાબચંદ કટારિયા કહે છે કે, હાલમાં અમારી પાસે ફક્ત અમારા ધારાસભ્ય છે.
ગૃહમાં અવિશ્વાસ દરખાસ્ત લાવવા માટે ઓછામાં ઓછા 40 ધારાસભ્યોના હસ્તાક્ષર હોવા આવશ્યક છે. પરંતુ ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહી છે, જેમાં તેના તમામ અને સાથી ધારાસભ્યોની સહી જરુરી હશે.