નવી દિલ્હીઃ ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ રવિવારના રોજ આરોપ લગાવ્યો કે, યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરએ થોડા વર્ષો પહેલા પ્રિયંકા ગાંધી પાસેથી એમ એફ હુસેનની પેઇન્ટિંગ ખરીદી હતી. જેના પર પલટવાર કરતા વિપક્ષી પાર્ટીએ દાવો કર્યો કે, સંકટમાં ઘેરાયેલી યસ બેંકના ભૂતકાળમાં વડાપ્રધાન મોદીની હાજરીવાળા ઘણા કાર્યક્રમો થયાં છે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ પણ કહ્યું કે, પેઇન્ટિંગની ખરીદી પર ટેક્સ પણ આપવામાં આવ્યો હતો.
રાણા કપૂરની પેઇન્ટિંગ ખરીદવા પર ભાજપનો વાર, કોંગ્રેસે કર્યો પલટવાર - કોંગ્રેસે કર્યો પલટવાર
યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરને લઇને ભાજપે કોંગ્રેસ પર વાર કર્યો હતો. જેમાં ભાજપે આરોપ લગાવ્યો કે, કપૂરએ થોડા વર્ષો પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી એક પેઇન્ટિંગ ખરીદી હતી. કોંગ્રેસએ તેનો જવાબ દેતા કહ્યું કે, યસ બેંક ધણા આવા કાર્યક્રમો કર્યાં છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં છે.
માલવીયાએ વધુ એક ટ્વીટ દ્વારા આરોપ લગાવ્યો કે, ભારતના દરેક નાણાંકીય ગોટાળાનો ગાંધી પરિવાર સાથે સબંધ હોય છે, માલ્યા સોનિયા ગાંધીને ફ્લાઇટ અપગ્રેડ ટિકિટ મોકલતો હતો અને તેની મનમોહન સિંહ અને પી ચિદંબરમ સુધી પહોંચ હતી, હવે તે ફરાર છે. તેમણે દાવો કર્યો કે, રાહુલ ગાંધીએ નીરવ મોદીના જ્વેલરે કલેક્સનું ઉદ્ધાટન કર્યું હતું.
આ વિશે પુછવા પર કોંગ્રેસ પ્રવક્તા સિંધવીએ કહ્યું કે, તે રાજીવ ગાંધીનું પેઇન્ટિંગ હતું અને તેને બે કરોડમાં વેચવામાં આવ્યું હતું. આ રકમની ચૂકવણી ચેક દ્વારા કરી તેને આયકર વિભાગમાં પણ ફાઇલ કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, રાણા કપૂર અને યસ બેંકએ વડા પ્રધાનના ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને વડા પ્રધાન ઘણીવાર રાણા કપૂરના વખાણ પણ કરી ચૂક્યા છે અને રાણાના નિમંત્રણ પર પણ ગયા હતા. આ પ્રકારની નકામી રાજનીતિના કારણે માલવીયા પોતાને અને પોતાની પાર્ટીનો મજાક બનાવી રહ્યાં છે.