ફડણવીસે જણાવ્યું હતું કે, લોકસભામાં શિવસેના સાથે કરેલા ગઠબંધન બાદ તમામને આશા હતી કે, વિધાનસભા ચૂંટણીમાં પણ ગઠબંધન થશે. તેમણે વધુમાં આગળ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ચૂંટણીને ધ્યાને રાખી અમે ગઠબંધન કરવાનું વિચાર્યું છે. ગઠબંધન માટે બધાને સમાધાનકારી નીતિ અપનાવી પડે છે.
મહારાષ્ટ્ર ચૂંટણી: ભાજપ-શિવસેના સાથે મળી વિધાનસભા ચૂંટણી લડશે - વિધાનસભા ચૂંટણી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે મળી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ અંગે જાણકારી દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. આપને જણાવી દઈએ કે, આજે શિવસેના અને ભાજપે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતુ.
latest siv sena pc
હાલમાં ભાજપ અને શિવસેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરંસ ચાલી રહી છે, જેમાં શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પત્રકારોને સંબોધી રહ્યા છે.