જો વીડિયોમાં તેઓ CAA અંગે નહીં સમજી શકે, તો અસત્ય બોલનારી અને ભ્રમ ફેલાવનારી રાજકીય પાર્ટી પોતાના વૉટ બેન્ક માટે આપણો અંદરો-અંદર ઝગડો કરાવશે, તેમ જણાવવામાં આવ્યું છે.
પાર્ટીના ટ્વીટર હેન્ડલ પરથી વીડિયો સાથે એક સંદેશો પણ લખવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે જો આપણે નહીં સમજી શકીએ, તો અસત્ય બોલનારી અને ભ્રમ ફેલાવનારી રાજકીય પાર્ટી પોતાના વૉટ બેન્ક માટે આપણો અંદરો-અંદરો ઝગડો કરાવશે. અફવાઓથી બચો અને સત્યને જાણો.
આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને પૂછે છે કે, ક્યાં જઇ રહ્યા છો આરિફ ભાઈ?
કેન્દ્ર સરકાર આપણા વિરૂદ્ધ એક એક્ટ લાવી છે, જેમાં આપણે તમામ મુસલમાનોને ભારત છોડીને બહાર જવું પડશે. જેથી બીજો વ્યક્તિ કહે છે કે, તમને કોણે ભ્રમિત કર્યા છે, આના હેઠળ કોઈ વ્યક્તિની નાગરિક્તા છીનવી લોવામાં નહીં આવે. આ તો નાગરિક્તા આપવાનો કાયદો છે,' પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધર્મના કારણે પજવણીનો શિકાર થનારા હિન્દુ, શિખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ અને જૈન સમુદાયના શર્ણાર્થીઓને નાગરિક્તા આપવાનો કાયદો છે. આ અંગે હજૂ કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.'
એ વ્યક્તિ બીજી વખત પૂછે છે કે, તમે કોના કહેવાથી જઇ રહ્યા છો? જેના જવાબમાં બીજી વ્યક્તિ કહે છે કે, 'હું કોગ્રેસ, TMC, આમ આદમી પાર્ટી, RJD અને અન્ય પાર્ટીના કહેવા પર જઇ રહ્યો હતો.'