ગુજરાત

gujarat

ETV Bharat / bharat

BJPએ બેટીંગબાજ આકાશ વિજયવર્ગીયને નોટિસ ફટકારી, મોદી પણ થયા નારાજ - mp

ન્યૂઝ ડેસ્ક: નગર નિગમના અધિકારીને બેટથી ફટકારવા બદલ ભાજપના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયના પુત્રને આજે ભાજપે નોટિસ ફટકારી છે. આ નોટિસ ભાજપના અનુશાસન સમિતિ તરફથી ફટકારવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પણ સંસદીય દળની બેઠકમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોઈનો પણ દિકરો હોય તેને પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ.

etv

By

Published : Jul 4, 2019, 6:43 PM IST

આપને જણાવી દઈએ કે, આ ઘટના એવી છે કે, ભાજપના ધારાસભ્ય કૈલાસ વિજયવર્ગીય કે, જે ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર છે જેઓ મધ્યપ્રદેશમાં ધારાસભ્ય છે. જ્યાં તેમણે ઈંદૌરમાં નગર નિગમના અધિકારીને બેટથી ફટકાર્યો હતો. ત્યાર બાદ આ ઘટનામાં આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, કોર્ટમાં છૂટ્યા બાદ પણ ધારાસભ્યની નફ્ફટાઈમાં જરા પણ કમી આવી નહોતી અને કહ્યું હતું કે, ભગવાન કરે ફરી વાર આવી બેટીંગ કરવાનો અવસરના આવે.

ABOUT THE AUTHOR

...view details