દિલ્હી વિધાનસભા ચૂંટણીની 70 બેઠક પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને જેનુ પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે, ત્યારે ગતરોજ કોંગ્રેસ પક્ષે 7 ઉમેદવાર જાહેર કર્યા હતા.
દિલ્હી વિધાનસભા ચૂંટણી : ભાજપે જાહેર કર્યુ 10 ઉમેદવારનું બીજુ લિસ્ટ - candidate
ન્યુ દિલ્હી : વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 10 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે નવી દિલ્હીની વિધાનસભા 40 પરથી કેજરીવાલની સામે સુનીલ યાદવનું નામ જાહેર કર્યુ છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી : ભાજપે જાહેર કર્યુ 10 ઉમેદવારનું બીજુ લિસ્ટ
ભાજપે આજે 10 ઉમે઼દવાર જાહેર કર્યા છે. જેમાં નવી દિલ્હી ખાતેથી કેજરીવાલની સામે સુનીલ યાદવનું નામ જાહેર કર્યુ છે. જ્યારે શાહદરાથી સંજય ગોયલનું નામ જાહેર કર્યુ છે. 10 ઉમેદવારના નામ સાથે ભાજપે ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલા ભાજપે પ્રથમ લીસ્ટમાં 57 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા.જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાની પ્રથમ લીસ્ટમાં 54 જ્યારે બીજી લિસ્ટમાં 7 ઉમેદવારના નામ જાહેર કર્યા હતાં.