લખનઉ: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ માટે રાજ્યસભાના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું છે. ઉત્તરપ્રદેશથી હરદિપ સિંહ પુરી, અરુણ સિંહ, વૃજ લાલ, નીરજ શેખર, હરિદ્રાર દુબે, ગીતા શાક્ય, બીએલ શર્મા અને સીમા દ્રિવેદી ઉમેદવાર હશે. ઉત્તરાખંડના નરેશ બંસલને ટિકીટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, યૂપીની 10 રાજ્યસભા સીટ ખાલી થઈ રહી છે. વિધાનસભા સભ્યોની સંખ્યાને હિસાબે જેમાં 9 સીટોનું રિઝલ્ટ માનવામાં આવી રહ્યું છે.
બસપા પ્રમુખ માયાવતીએ તેમના ઉમેદવારને મેદાને ઉતાર્યા
યૂપીના ધારાસભ્યોની સંખ્યાના આધારે ભાજપના 8 અને સપાની એક રાજ્યસભા સીટ પર જીત નક્કી છે. બસપા અને કોંગ્રેસ તેમના ધારાસભ્યોની સંખ્યાના આધારે ઉમેદવારોને રાજ્યસભા મોકલવાની સ્થિતિમાં છે. જેને લઈ ભાજપ 9મી રાજ્યસભા સીટ પર જીત મેળવવાની તૈયારીમાં છે. ત્યારે બસપા પ્રમુખ માયાવતીએ તેમના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે રાજ્યસભા ચૂંટણી ખુબ જ રોમાંચક થઈ છે.
ભાજપે જાહેર કર્યું રાજ્યસભાના ઉમેદવારોનું લીસ્ટ, યૂપીથી હરદીપ પુરી પ્રો.રામગોપાલ યાદવને રાજ્યસભાના ઉમેદવાર
સપાએ ફરી એકવખત પ્રો.રામગોપાલ યાદવને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. સપાના ધારાસભ્યોના આંકડા અનુસાર રામગોપાલ યાદવની જીત નક્કી માનવામાં આવી રહી છે. ત્યારબાદ 10 વૉટ સિવાય સપાના કોઈપણ અન્ય ઉમેદવારને ઉતારશે નહી. ત્યારે માયાવતી બસપાના રામજી ગૌતમને રાજ્યસભા ચૂંટણીમાં મેદાને ઉતારી એક તીરે અનેક નિશાન સાધી રહી છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં 395 ધારાસભ્યો
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં હાલમાં 395 (કુલ સભ્યોની સંખ્યા -403) ધારાસભ્યો છે. 8 સીટ ખાલી છે. જેમાં 7 સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. યૂપી વિધાનસભાની હાજરી પર નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં જીત માટે દરેક સભ્યોને 36 વૉટ જોઈએ. યૂપીમાં હાલમાં બીજેપી પાસે 306 ઘારાસભ્ય છે. જ્યારે 9 અપના દળ અને 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. તો સપા 48, કોંગ્રેસના 7,બસપાના 18 અને ઓમ પ્રકાશ રાજભર પાર્ટીના 4 ઘારાસભ્યો છે.