ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપે વધુ એક યાદી કરી જાહેર, ઉભા ભારતી સહિત ઘણા દિગ્ગજોના પત્તા કપાયા

નવી દિલ્હી: ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી માટે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 રાજયોના 24 ઉમેદવારોના નામ સામેલ છે. કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી અને રાંચીથી પાંચ વાર સાંસદ રહેલા રામ ટહલ ચૌધરી સહિત 10 સાંસદોનેે પડતા મુકયા છે.

By

Published : Apr 7, 2019, 1:22 AM IST

ફાઈલ ફોટો

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ હરિયાણાના 8, UP અને રાજસ્થાનના 4 4, મધ્યપ્રદેશ અને ઝારખંડના 3 3, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના 1 1 ઉમેદવારોના નામ સામેલ છે. ઉમા ભારતી પહેલા જ લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂંકી છે. વર્ષ 2014માં તેમણે ઝાંસી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી. આ વખતે ભાજપે અનુરાગ શર્માને ટિકિટ આપી છે.

ભાજપે UPમાં બાંદા લોકસભા બેઠકથી સાંસદ ભૈરોં પ્રસાદ મિશ્રને પડતા મકીને તેમના સ્થાને આર.કે પટેલને ટિકિટ આપી છે. લાલગંઝ બેઠક પર નીલમ સોનકરને એકવાર ફરી ચૂંટણી મેદાનમાં ઉતારવમાં આવ્યા છે. ફૂલપુરમાં પેટાચૂંટણી હારી મેળવનાર કેશરી દેવી પટેલને ટિકિટ આપવામાં આવી છે.

હરિયાણામાં ત્રણ વર્તમાન સાંસદોને પડતા મુકીને ભાજપે જે 8 નામ જાહેર કર્યા છે. રતન લાલ કટારિયાને અંબાલા, રમેશ ચંદ્ર કૌશિકને સોનીપત, કેન્દ્રીય પ્રધાન રાવ ઇન્દ્રજિત સિંઘને ગુડગાવ, ધર્મવીર સિંહને ભિવાની મહેંદ્રગઢ અને કુષ્ણાપાલ ગુર્જરને ફરિદાબાદમાં ટિકિટ આપી છે.

કરનાલથી અશ્વિની કુમારને પડતા મુકીને તેમના સ્થાને સંજય ભાટિયાની પંસદગી કરવામાં આવી છે. કુરુક્ષેત્રમાં રાજકુમાર સૈનીનું પત્તુ કાપીને નાયબ સિંહ અને સિરસાથી સુનીતા દુગ્ગલની જગ્યાએ ચરણજીત સિંહની રોરીને ટિકિટ આપવામાં આવી છે. રાજકુમાર સૈનીએ ભાજપ સાથે બગાવત કરીને અલગ પાર્ટી બનાવી લીધી છે.

રાજસ્થાનમાં ત્રણ સાંસદોને પડતા મુકાયા છે. વર્ષ 2014માં પૂર્વ કેન્દ્રીય પ્રધાનને જસવંત સિંહને પરાજય આપનાર કર્નલ સોનરામને આ વખતે ટિકિટ નથી મળી. તેમના સ્થાને કૈલાશ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે .

રાજસમંદ લોકસભા બેઠકથી હારુન સિંહની જગ્યાએ દિપા કુમારી ભરચપુર લોકસભા બેઠક પર બહાદુર સિંહ કોલીની જગ્યાએ રંજીતા કોલીને ટિકિટ આપવામાં આવી છે. કરૌલી ઢોલાપુર બેઠક પર મનોજ રાજુરિયા એક વાર ફરી ટિકિટ આપવામાં આવી છે.

ઝારખંડમાં રામ ટહલ ચૌધરીની જગ્યાએ સંજય સેઠને ભાજપે ટિકિટ આપી છે. કોરડામામાં વર્તમાન સાંસદ રવીન્દ્ર કુમારની જગ્યાએ ભાજપે આ વખતે અન્નાપૂર્ણા દેવી યાદવને ટિકિટ આપી છે.

મધ્યપ્રદેશમાં ગ્વાલિયર બેઠક પરથી વર્તમાન સાંસદ નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ વિવેક શેઝવાલ્કરને ટિકિટ આપવામાં આવી છે. તોમર આ વખતે મુરૈના લોકસભા બેઠકથી ચૂંટણી લડશે. છિંડવાડામાં મુખ્ય પ્રધાન કમલનાથના પુત્ર નકુલનાથની સામે ભાજપે નત્થન શાહને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે જેવાસ લોકસભા બેઠક પર મહેન્દ્ર સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે પશ્વિમ બંગાળની પુરલિયા લોકસભા બેઠક જ્યોર્તિમય મહતો અને ઓડિશાના જગતપુર લોકસભા બેઠક વિભૂતિ પ્રસાદ તરાઈને ટિકિટ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details