પટણા: ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે 27 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં કહાલગાંવના પવનકુમાર યાદવ, બાંકાથી રામ નારાયણ મંડળ, કેટોરિયાથી નિક્કી હેમ્બરામ, મુંગેરથી પ્રણવકુમાર યાદવ, લાખીસરાયના વિજય કુમાર સિંહા, બાઢથી જ્ઞાનેન્દ્ર કુમાર સિંહ, બિક્રમથી અતુલકુમાર, બઢહારાથી રાઘવેન્દ્ર પ્રતાપસિંહ, અરાથી અમરેન્દ્ર પ્રતાપસિંહ, તરારીથી કૌશલારી કુમારસિંહ જમુઇથી શ્રેયસી સિંઘ વગેરે નામો જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયની પુત્રી આંતરરાષ્ટ્રીય શૂટર શ્રેયાસી સિંઘ થોડા દિવસો પહેલા જ પાર્ટીમાં જોડાઈ હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 માટે મહાગઠબંધન અને NDLની બેઠકો પર વિભાજન થયું છે. NDLમાં JDU બિહારની 122 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ભાજપ 121 બેઠકો પર લડશે. JDU તેની 7 બેઠકો જીતન રામ માંઝીને આપશે, જ્યારે ભાજપ તેની કેટલીક બેઠકો વીઆઈપી પાર્ટીને આપી શકે છે. ત્યારે RJD 144, કોંગ્રેસ 70 અને લેફ્ટ 29 બેઠકો પર લડશે. RJD તેના ક્વોટા સાથે VIP પાર્ટીને બેઠક આપશે.