BJP IT સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટર પર લખ્યું કે, શું આપણે એ જાણતા નથી કે, કોંગ્રેસ એવી કલ્પનાઓ કરે છે, જે અવાસ્તવિક હોય છે. કોંગ્રેસના એ દાવાને યાદ કરો, કેમેરાની લીલી લાઈટ રાહુલ ગાંધીના ચહેરા પર પડી તો, તેમના જીવનને જોખમ હોવાનું કહી દીધું. કોંગ્રેસના નેતાઓની વિશ્વસનીયતાનું સ્તર આટલું જ છે.
BJPએ પ્રિયંકા ગાંધીની જાસૂસીનો દાવો નકાર્યો - પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસે દાવો કર્યો હતો કે, BJP કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની વ્હોટ્સએપના માધ્યમથી જાસુસી કરે છે. એ દાવો ભારતીય જનતા પાર્ટી(BJP)એ નકારી કાઢ્યો હતો.
હકીકતમાં, માલવીયા એપ્રિલમાં લોકસભાની ચૂંટણી દરમિયાન બનેલી ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે કોંગ્રેસે રાહુલ ગાંધીના ચહેરા પર લીલી ઝગમગાટને સુરક્ષાની ગંભીર ક્ષતિ ગણાવી હતી. પરંતુ આ દાવો ખોટો સાબિત થયો, ત્યારે ખબર પડી કે પ્રકાશ AICCમાં કામ કરતા કેમેરામેનના મોબાઇલ પરથી આવ્યો છે.
ભાજપનો જવાબ એવા સમયે આવ્યો છે, જ્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ તે પહેલા જ એક પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું, 'સ્પાયવેર પેગાસસનો ઉપયોગ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સેલ ફોન હેક કરવા માટે કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારને તેની સંપૂર્ણ જાણકારી હતી. ફેસબુક દ્વારા અવારનવાર જાણ કરવા છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી ન હતી અને સજ્જડ મૌન ધારણ કર્યું હતું.