બેંગલુરૂ: કોરોના સંક્રમણના લોકડાઉન વચ્ચે કર્ણાટકમાં મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાની સરકારમાં અસંતોષ નજરે પડે છે. ભાજપાના કેટલાક અસંતૃષ્ટ ધારાસભ્યોએ નેતૃત્વ બદલવા માટે એક બેઠકનું આયોજન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં બસણગૌડા પાટિલ યતનાલ, ઉમેશ કાઠી અને મુરુગેશ નિરાણી સામેલ હતા.
કર્ણાટકના CM યેદિયુરપ્પા પર સંકટ, પાર્ટીમાં ઉઠ્યો વિરોધનો સ્વર
કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ ઘણા ધારાસભ્યો અસંતૃષ્ટ જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધારાસભ્યોએ નેતૃત્વ બદલવાની માંગ કરી છે. આ અંગે તેમણે એક બેઠક પણ કરી છે. આ તમામ ધારાસભ્યો માંગ કરી રહ્યાં છે કે, તેઓને પ્રધાન બનાવવામાં આવે.
આ બેઠકમાં સામેલ ભાજપના ધારાસભ્યોએ માંગ કરી છે કે, મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને બદલવામાં આવે અને તેઓને મુખ્યપ્રધાન બનાવવામાં આવે. ઘણા દિવસોથી ગુપ્ત બેઠકો કરી રહેલા ભાજપના ધારાસભ્યો નેતૃત્વ બદલવાના પ્રયાસોમાં લાગેલા છે. ધારાસભ્યોની ગુપ્ત ગતિવિઘિયો મુખ્યપ્રધાન યેદિયુરપ્પાના ધ્યાનમાં આવી છે.
સૂત્રો જણાવી રહ્યા છે કે, મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ બળવાખોર ધારાસભ્યોનો સંપર્ક સાધ્યો હતો, અને તેમની અપેક્ષાઓ પૂર્ણ કરવા વચન આપ્યું હતું. જ્યારે બળવાખોર ધારાસભ્યોના સૂત્રોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિમાં હજી સુધી કોઈ ફેરફાર થયો નથી. તમામ ધારાસભ્યો તેમની માંગ પર અડગ છે.