ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA પર BJPનું જન જાગરણ અભિયાન, જે.પી. નડ્ડા વડોદરાથી કરાવશે શરૂઆત - નાગરિકતા કાયદાનો વિરોધ

નવી દિલ્હીઃ વડોદરાના સ્વામી નારાયણ મંદિર ગ્રાઉન્ડથી જેપી નડ્ડા જનજાગરણ અભિયાનની શરૂઆત કરાવશે. નાગરિકતા કાયદાને લઈ BJP દેશવ્યાપી અભિયાન 20 દિવસ સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાંક ભાગોમાં આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. નાગરિકતા સંશોધન કાયદો(CAA) મુદ્દે વિવાદ ચાલુ છે. કેરલ વિધાનસભાએ CAA વિરૂદ્ધ પ્રસ્તાવ પાસ કર્યો છે. ભાજપે વર્ષ 2020ની શરૂઆતની સાથે નાગરિકતા સંશોધન કાયદો મોટાપાયે લોકો સુધી પહોંચાડવા રૂપરેખા તૈયાર કરી લીધી છે.

BJP REALLY FOR CAA
BJP REALLY FOR CAA

By

Published : Jan 2, 2020, 10:12 AM IST

આજે સાંજે 6 વાગ્યે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા વડોદરાના સ્વામી નારાયણ મંદિર ગ્રાઉન્ડમાં જન જાગરણ અભિયાનના કાર્યક્રમમાં ભાગ લેશે. નાગરિકતા સંશોધન કાયદાને લઈ દેશભરમાં ભાજપ મેગા અભિયાન 20 દિવસો સુધી ચાલશે.

ભાજપ ઘરે-ઘરે જઈને નાગરિકતા કાયદા પર લોકો સાથે વાત કરશે. દેશભરમાં 1000 રેલીઓનો યોજવાનો કાર્યક્રમ છે. 250 પ્રેસ કૉન્ફરન્સ કરાશે. દરેક જિલ્લામાં રેલીઓ અને બુદ્ધિજીવી સંમેલન થશે. પંચાયત અને વૉર્ડ સ્તરે બેઠક યોજાશે. ભાજપના નેતા લોકો વચ્ચે જઈ કાયદા અંગે વાત કરશે અને સવાલો અને મૂંઝવણોનો જવાબ આપશે.

આ અભિયાન પાછળ ભાજપ અધ્યક્ષ અમિત શાહની રણનીતિ કામ કરી રહી છે. બુધવારે સાંજે ભાજપ કાર્યાલયે અમિત શાહે પક્ષના કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને બી. એલ. સંતોષ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપ તરફથી નાગરિકતા સંશોધન કાયદા પર ચાલી રહેલા કાર્યક્રમો પર વાત કરી હતી.

નાગરિકતા સંશોધન કાયદાના સંદર્ભે ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી. જેના કારણે ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપરાંત કેટલાય ક્ષેત્રોમાં જાણીતા ચહેરાઓને ભાજપ પોતાના અભિયાનનો ભાગ બનાવશે. હાલ આ કાયદા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details