પાર્ટી અધ્યક્ષ અમિત શાહે હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હી માટે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે. આ પ્રભારી રાજ્યમાં જઈ રાજકીય માહોલ તથાં રણનીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
BJPમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, ચાર રાજ્યના પ્રભારીની નિમણૂંક - કેન્દ્રીય પ્રધાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો થાક હજૂ તો રાજકીય પાર્ટીઓને ઉતર્યો પણ નહીં હોય ત્યાં ભાજપે ફરી એક વાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સમયમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેને લઈ ભાજપે આ ચારેય રાજ્યોમાં ચૂંટણી પ્રભારીની નિમણૂંક કરી દીધી છે.
આ પ્રભારી ત્યાંના રાજ્યોમાં ચૂંટણી લક્ષી એજન્ડા પણ તૈયાર કરશે. આ ચારેય રાજ્યમાં જોઈએ તો દિલ્હી સિવાય બાકીના ત્રણમાં ભાજપની જ સરકાર છે. તેથી પાર્ટીના પ્રયત્નો એવા જ રહેશે કે, ફરી વખત પણ આ રાજ્યોમાં તેમની જ સરકાર યથાવત રહે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરને દિલ્હીના ચૂંટણી પ્રભારી બનાવ્યા છે, હરિયાણામાં નરેન્દ્ર સિંહ તોમરને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે, ઝારખંડમાં ઓમપ્રકાશ માથુરને પ્રભારી બનાવ્યા છે તો મહારાષ્ટ્રમાં પાર્ટી મહાસચિવ ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે.