ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદ્યાર્થી માટે સોનિયા ગાંધી મગરના આંસુ વહાવે છેઃ  BJP - latest news of delhi

નવી દિલ્હીઃ શહેરમાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં પોલીસે કરેલી હિંસા અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ સરકારને જવાબદાર ગણાવી હતી. તેમજ ભાજપ દેશમાં ભાગલા પાડતી હોવાના આક્ષેપો કર્યા હતા. જેના જવાબમાં કેન્દ્રીય પ્રધાન સીતારમણે કહ્યું હતું કે, સોનિયા ગાંધી વિદ્યાર્થી માટે મગરના આંસુ વહાવી રહી છે.

સોનિયા ગાંધી
સોનિયા ગાંધી

By

Published : Dec 17, 2019, 10:47 AM IST

દેશભરમાં નાગરિક સંશોધન બિલનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ત્યારે દિલ્હીમાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં પોલીસે પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ પર લાઠી ચાર્જ કર્યો હતો. જેનો કોંગ્રેસે સખત વિરોધ કર્યો છે.

જામિયા યુનિવર્સિટીની ઘટનાને પગલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં. તેમણે મોદી સરકાર પર હિંસા અને દેશમાં ભાગલા પાડતી હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યાં હતા.

આ આક્ષેપોને વળતો જવાબ આપતાં કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, "સોનિયા ગાંધી મગરમચ્છના આંસુ વહાવી રહી છે. તે રાજકીય લાભ માટે આ ઘટનાનો ઉપયોગ કરી રહી છે."

આમ, એક તરફ દેશમાં આક્રમક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે દેશના રાજનેતાઓ વિરોધને શાંત પાડવાને બદલે તેનો રાજકીય લાભ ઉઠાવતાં જોવા મળી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details