નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ બાદ હવે ચીની રોકાણ અંગે પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ચીની રોકાણ અને ચીની કંપનીઓ સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કારની વધતી માગની વચ્ચે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી કાર્યક્રમ 'મેક ઈન ઈન્ડિયા' પર નિશાન સાધતા કહ્યું કે, ચીનથી આયાત વર્ષ 2014 થી સૌથી વધારે વધી ગયો છે.
UPA અને NDA સરકારના કાર્યકાળ દરમિયાન ચીનથી આયાત કરેલા સમાનોની તુલના કરતો એક ગ્રાફ શેર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, " તથ્ય ઝૂઠ નહીં બોલતે... " ભાજપ કહે છે 'મેક ઈન ઈન્ડિયા'... ભાજપ કરે છે, 'બાઇ ફોર્મ ચાઇના'..
ગ્રાફમાં બતાવ્યું કે 2008 થી 2014 દરમિયાન ચીનથી આયાત 14 ટકાથી ઓછી હતી, જ્યારે ભાજપના નેતૃત્વવાળી NDA સરકારમાં ચીનની આયાત 18 ટકાથી વધુ થઈ ગઈ છે.ગ્રાફમાં એ પણ બતાવ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના શાસનમાં 2008 માં ચીનથી આયાત 12 ટકા હતી, જ્યારે 2012 માં તે વધીને 14 ટકા થઈ ગઈ હતી, પરંતુ 2014 માં ફરી 13 ટકા થઈ ગઈ હતી.ત્યારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન, ચીનથી આયાત 2015 માં 13 ટકાથી વધીને 14 ટકા, 2016 માં 16 ટકા, 2017 માં 17 ટકા અને 2018 માં 18 ટકા થઈ છે.
ચીન સાથેની સરહદ વિવાદને લઈને ચીને આર્થિક નુકસાન થાય તે અંગે ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન પણ શરૂ કર્યું છે, જે અંતર્ગત તેમણે આયાત પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે અને ઘરે ઘરે ઉત્પાદનો બનાવવાની વાત કરી હતી. રાહુલનું આ ટ્વિટ ત્યારે આવ્યું છે જ્યારે સરકારે એક દિવસ અગાઉ ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો છે.