ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ સંસદીય દળની બેઠક: PM મોદીએ કહ્યું - 'દેશ સર્વોચ્ય, વિકાસ અમારો મંત્ર' - દિલ્હી હિંસા ન્યૂઝ

સોમવારે સંસદના બંને ગૃહમાં દિલ્હી હિંસા મુદ્દે હોબાળો થતા ભાજપે આજે સંસદીય દળની બેઠક બોલવી હતી. આ બેઠક સંસદના લાયબ્રેરી ભવનમાં યોજાઈ હતી. બેઠકમાં PM મોદીએ કહ્યું કે, 'દેશ સર્વોચ્ય, વિકાસ અમારો મંત્ર' છે.

bjp
ભાજપ

By

Published : Mar 3, 2020, 10:41 AM IST

Updated : Mar 3, 2020, 11:25 AM IST

નવી દિલ્હી: સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન માદીએ આજે કહ્યું કે, અમે સંસદમાં રાષ્ટ્રહિત માટે છીએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્ર સર્વોચ્ય છે અને વિકાસ અમારો મંત્ર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકાસ માટે શાંતિ, એકતા અને સંપ હોવો જોઈએ. વડાપ્રધાને કહ્યું કે, આજે પણ કેટલીક પાર્ટીઓ છે, જે પાર્ટી માટે રાષ્ટ્રીય હિત સર્વોચ્ય છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સોમવારે બજેટ સત્રના બીજા તબક્કાના પહેલા દિવસે દિલ્હી હિંસા મુદ્દે વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસની આગેવાની વાળા વિપક્ષ દિલ્હી હિંસા પર ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું હતું.

ગૃહના હોબાળાને લઇને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સાંસદોને સદનની ગરિમા બનાવી રાખવાની અપીલ કરી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિલ્હીમાં એકવાર સ્થિતિ સામાન્ય થવા પર ચર્ચા થશે. દિલ્હીમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે બધી રાજકીય પાર્ટીઓએ પ્રયત્નો કરવા પડશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ હોબાળાને લઇને કાર્યવાહી સ્થગિત કરી હતી.

Last Updated : Mar 3, 2020, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details