ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈને રાજ્ય સરકારનો બચાવ કરતા દાવો કર્યો છે કે, બાળકોને સમયસર પ્રશાસન દ્વારા યોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. લૂના કારણે થઈ રહેલ મૃત્યુને લઈને સરકાર જાગૃત છે અને તેઓને પણ યોગ્ય સહાય આપવામાં આવશે.
બિહારમાં ચમકી બીમારી અને લૂનો કહેર, ભાજપની સરકારે કર્યો બચાવ - State Minister
પટણા: બિહારમાં ચમકી બીમારી અને લૂનો કહેર હજુ પણ જોવા મળી રહ્યો છે. ચમકી બીમારીથી હાલ સુધીમાં 104 બાળકોના મોત થઈ ગયા છે અને લૂની લાવગાના કારણે 100 લોકો મૃત્યુ પામેલા છે. આ વિષય પર Etv Bharatની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શાહનવાજ હુસૈન વચ્ચે વાતચીત કરી હતી.
હાલ સુધીમાં મુખ્યપ્રધાન જો તે ત્યાં ન જાય અથવા રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાનો મોડું પહોંચ્યા તેનું બીજેપી પાસે કોઈ જવાબ નથી. ભાજપનું કહેવુ છે કે, જો પ્રશાસનમાં કોઈ પણ કસર રાખી હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલાત એવા છે કે, બીમારીથી બાળકોની અને લૂથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 200થી વધારે હાલ સુધીમાં પહોંચી ગયો છે.
પ્રશાસનને આ ઘટનામાં ઘણા લાંબા સમય બાદ સહાયની જાહેરાત કરી છે. ત્યાં સુધી કે, રાજ્યપ્રધાન અશ્વિની ચૌબે ખુદ બિહારથી ચૂંટાયેલા નેતા છે. તેમ છતાં તેમણે પહેલા તેમના મતદાર ભાગલપુરમાં જાહેર સ્વાગતમાં હાજરી આપી હતી અને ત્યાર બાદ તે હોસ્પિટલ પહોંચ્યા, જેને લઈને લોકોની સાથે વિરોધપક્ષમાં ઘણો રોષ જોવા મળ્યો છે.