સૂત્રોના જણાવ્યાં અનુસાર ભાજપનું કહેવું છે કે, શિવસેના જો આદિત્ય ઠાકરેને ડેપ્યુટી સીએમ બનાવવા માગે છે તો ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અપનાવી શકાય છે. આદિત્ય ઠાકરે ઉપરાંત શિવસેના જો અન્ય કોઈને પણ ડેપ્યુટી સીએમ બનાવવા ઈચ્છે તો બે ડેપ્યુટી સીએમનો પ્રસ્તાવ બનાવવાની પણ વાત માની છે. સૂત્રોનું કહેવું છે કે, ભાજપે શિવસેનાને એક ડેપ્યુટી સીએમ તથા 13 પ્રધાનપદ આપવાનો વિકલ્પ આપ્યો છે.
મહારાષ્ટ્ર: ભાજપે શિવસેનાને ડેપ્યુટી CM અને 13 પ્રધાનપદનો વિકલ્પ આપ્યો: સૂત્ર - ચૂંટણી પરિણામ
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યાને લગભગ એક અઠવાડીયું વિતી ગયું, પણ હજુ સુધી સરકાર બનતી દેખાતી નથી. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, સત્તાની વહેંચણીને લઈ ભાજપ-શિવસેના વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે.
સીએમ પદને લઈ સત્તાના 50-50 ફોર્મ્યુલા પર સૂત્રોનું કહેવું છે કે, ભાજપ હાઈકમાન તેની વિરોધમાં જઈ રહ્યું છે. સૂત્રો પ્રમાણે જોઈએ તો, ભાજપના મોટા માથાઓમાં બે ભાગલા પડ્યા છે તે મુજબ સીએમ પદને લઈ કોઈ સમાધાનકારી નીતિ અપનાવા માંગતા નથી.
મહારાષ્ટ્રની રાજનીતિથી જોડાયેલા સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ભાજપે પાર્ટીના પ્રવક્તાઓને શિવસેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું વિવાદીત નિવેદન ન આપવાની શિખામણ આપી છે. ઉપરાંત ભાજપ હાલમાં શિવસેના સાથે ગઠબંધન ચાલુ રાખવાના મૂડમાં છે, ત્યારે આવા નાજૂક સમયે પાર્ટી નેતાઓને ગઠબંધનને લઈ કોઈ પણ પ્રકારના સવાલ પર જવાબ આપવાથી બચવાનો આદેશ પણ આવી ગયો છે.