ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની રાજકીય સફર પર એક નજર... - Bharatiya Janata Party

નવી દિલ્હી: જગત પ્રકાશ નડ્ડા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જૂન 2019થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી પ્રમુખ છે. તેઓ પૂર્વ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર પ્રધાન તેમજ હિમાચલ પ્રદેશના રાજ્ય સભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડના સચિવ છે. અગાઉ તેઓ હિમાચલ પ્રદેશ સરકારમાં પ્રધાન રહી ચૂક્યા છે.

J P Nadda
જે પી નડ્ડા

By

Published : Jan 20, 2020, 2:58 PM IST

  • પ્રારંભિક જીવન

તેમનો જન્મ 2 ડિસેમ્બર 1960ના રોજ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ડોક્ટર નરાયણ લાલ નડ્ડા અને માતા શ્રીમતી કૃષ્ણ નડ્ડા છે. તેમણે પટનાની (બિહાર) સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેણે પટના કોલેજમાંથી સ્નાતકની પદવી (B.A.) મેળવી હતી અને હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી શિમલામાંથી LLBની ડિગ્રી મેળવી હતી.

બાળપણમાં તેમણે દિલ્હી ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં બિહાર રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 11 ડિસેમ્બર 1991ના રોજ ડોક્ટર મલ્લિકા નડ્ડા સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. જે. પી. નડ્ડાને બે પુત્રો છે. તેમના સાસુ શ્રીમતી જયશ્રી બેનર્જી લોકસભાના પૂર્વ સાંસદ છે.

  • રાજકીય કારકિર્દી

વર્ષ 1993-98, 1998-2003 અને 2007-2012 તેઓ હિમાચલ પ્રદેશ વિધાનસભાના MLA (ત્રણ ટર્મ માટે) રહ્યા. 1994-98 નેતા ભારતીય જનતા પાર્ટી જૂથ, હિમાચલ પ્રદેશ વિધાનસભા 1998-2003 કેબીનેટ પ્રધાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સંસદીય બાબતો, હિમાચલ પ્રદેશ સરકાર. 2008થી2010 કેબિનેટ પ્રધાન, વન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, હિમાચલ પ્રદેશ સરકાર. એપ્રિલ 2012માં રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા. મે 2012થી પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ સમિતિના સદસ્યનો કાર્યભાર. ઓગસ્ટ 2012થી યુનિવર્સિટી ઓફ કોર્ટ દિલ્હીના સદસ્ય, મે-2013થી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ સમિતિના સદસ્ય.

- જગત પ્રકાશ નડ્ડાની રાજકીય સફર વિશે બિંદુવાર વિવરણ

  • ભાજપના કદાવર નેતાઓમાં સામેલ
  • 1975માં જેપી આંદોલનથી પ્રભાવિત થઈ રાજકારણમાં પ્રવેશ્યા
  • જેપી આંદોલન બાદ બિહારની એબીવીપીની શાખામાં સામેલ થયા
  • 1977માં કોલેજ કાળમાં છાત્ર સંઘની ચૂંટણી લડ્યા
  • ચૂંટણીમાં જીત બાદ પટના યુનિ.ના સચિવ બન્યા
  • હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં પણ છાત્ર સંઘની ચૂંટણી લડ્યા
  • ભાજપે 1991માં અખિલ ભારતીય જનતા યુવા મોર્ચાના મહાસચિવ બનાવ્યા
  • 1993માં હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડ્યા
  • હિમાચલ પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી
  • 1998 અને 2007માં ફરી બિલાસપુર બેઠક પરથી મેળવી જીત
  • હિમાચલ પ્રદેશ સરકારના પ્રધાનમંડળમાં મળ્યું સ્થાન
  • ધૂમલ સરકારમાં વન-પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મિનિસ્ટર બન્યા
  • 2012માં ભાજપે રાજ્યસભાના સાંસદ બનાવ્યા
  • વિશ્વ તંબાકૂ નિયંત્રણ માટે વિશેષ માન્યતા પુરસ્કાર પ્રાપ્ત થયો
  • સંસદની જુદી જુદી સમિતિઓમાં નિમણૂંક કરાઈ
  • ભાજપમાં રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તાની જવાબદારી નિભાવી
  • 2014ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં પાર્ટી અભિયાન પર દેખરેખ રાખી
  • મોદી સરકારની પહેલી ટર્મમાં સ્વાસ્થ્ય પ્રધાનનો કાર્યભાર સંભાળ્યો
  • 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારી બન્યા
  • યુપીમાં ભાજપે 80માંથી 62 બેઠકો પર જીત મેળવી
  • નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે ગાઢ સંબંધ
  • ભાજપની સંસદીય બોર્ડના સદસ્ય રહ્યા
  • 17 જૂન 2019ના રોજ ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરાઈ

ABOUT THE AUTHOR

...view details