ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બૉલિવૂડ પર ભડકી ભાજપ સાંસદ રુપા ગાંગલી, બોલિવૂડમાં યુવતીઓના ન્યાય માટે બેઠા ધરણા પર - રાજ્યસભા સાંસદ જયા બચ્ચન

ભારતીય જનતા પાર્ટી સાંસદ રુપા ગાંગુલીએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેમણે બૉલિવૂડમાં છોકરીઓ સાથે થઈ રહેલા યૌન શૌષણ અને ડ્રગ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

RUPa ganguli
રુપા ગાંગુલી

By

Published : Sep 21, 2020, 2:15 PM IST

નવી દિલ્હી : સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ મુંબઈ પોલીસ સતત તપાસમાં જોડાઈ છે. જેમાં ટીવી એક્ટ્રેસ અને ભાજપની સાંસદ રૂપા ગાંગુલી પણ શામેલ છે. ભાજપની સાંસદ રૂપા ગાંગુલી બોલિવૂડમાં યુવતીઓ માટે ન્યાયની માંગને લઈ સંસદના પરિસરમાં ધરણા પર છે.

તેમનો આરોપ છે કે મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રી લોકોની હત્યા કરે છે. તેને ડ્રગ એડિક્ટ બનાવે છે. અહીં મહિલાઓનું સતત અપમાન કરવામાં આવે છે. આ બધું થવા છતાં કોઈ કાંઈ કરતું નથી. મુંબઈ પોલીસ આ બધું જોયા બાદ પણ શાંતિથી બેઠી છે.

રુપા ગાંગુલીએ ગાંધીજીની પ્રર્તિમા પાસે આ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તેમના હાથમાં એક બોર્ડ હતું તેમાં લખ્યું હતુ કે, મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હજુ કેટલી છોકરીઓની આબરુ લુંટશે ? સુશાંતના મોત બાદ બૉલિવૂડમાં સતત ડ્રગના કેસ સામે આવી રહ્યા છે. આ સાથે બૉલીવૂડ અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો છે.

રાજ્યસભામાં ભાજપ સાંસદ રવિ કિશનના બૉલિવૂડમાં ડ્રગ અંગેના નિવેદન પર રાજ્યસભા સાંસદ જયા બચ્ચન ભડક્યા હતા. તેમને કહ્યું કે, લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. હેમા માલિની પણ જયા બચ્ચનના સમર્થનમાં નજરે આવી હતી.

આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહના મોત બાદ મહાભારત ફેમ રુપા ગાંગુલીએ સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details