બૈરકપુરઃ ભાજપના સાંસદ અર્જુનસિંહે રવિવારે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેઓ હાલીશહેરમાં બેઠક માટે ગયાહતા, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ તેમની કારને નુકસાન પહોંચાડ્યું હતું. રાજ્યની સત્તાધારી પાર્ટીએ આ આરોપોનું ખંડન કર્યું છે.
સિંહે પત્રકારોને જણાવ્યું કે, હું ત્યાં બેઠક માટે ગયો હતો, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ મારી ગાડી પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું હતું.