ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના સાંસદનું આપત્તિજનક નિવેદન, જાણો મમતાને કોની સાથે સરખાવ્યાં? - Bull

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના "જય શ્રીરામ"ના નારા પર ભડક્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મુદ્દા પર ભાજપના સાંસદ અજય ભટ્ટે મમતા બેનર્જી પર આપત્તિજનક નિવેદન આપ્યું છે. તેમણે મમતા બેનર્જીની તુલના આખલો(સાંઢ) સાથે કરી છે.

Bull

By

Published : Jun 5, 2019, 11:51 PM IST

Updated : Jun 6, 2019, 9:08 AM IST

ભાજપના સાંસદે કહ્યું કે, મમતા દીદીને શું થયુ છે ખ્યાલ નથી આવતો, તેઓ રામનું નામ સાંભળતા જ ભડકી જાય છે. જેવી રીતે આખલોને લાલ કપડુ બતાવતા તે ભડકી જાય છે, તેવી રીતે "જય શ્રીરામ" સાંભળીને દીદી ઉત્તેજીત થઇ જાય છે.

તેમણે કહ્યું કે, બંગાળમાં લોકોએ "જય શ્રીરામ" નામનો જાપ કરીને મમતા દીદીને હલાવી નાખ્યાં છે. ભગવાનના નામનો જેણે પણ વિરોધ કર્યો છે, તે બચ્યાં નથી.

ભાજપના સાંસદે મમતાની તૂલના આખલો સાથે કરી

TMC સાંસદ અભિષેક બેનર્જીના નિવેદન પર તેમણે કહ્યું કે, "માં કાલી" હોય કે, "જય શ્રીરામ" બંને અમારી પૌરાણીક કથાનું એક અંગ છે.

Last Updated : Jun 6, 2019, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details