ઉલ્લેખનીય છે કે, નવી સરકાર બનાવ્યા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. આમાં ભાગ લેવા ભાજપના ધારાસભ્યો 'મેં ભી સાવરકર' ટોપી પહેરીને પહોંચ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ ટોપીમાં જોવા મળી રહ્યા છે.
'મેં ભી સાવરકર' નામની ટોપી પહેરી વિધાનસભા પહોંચ્યા ભાજપના ધારાસભ્ય - Rahul gandhi news
નાગપુર: રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે, તેનું નામ રાહુલ સાવરકર નથી. આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો 'મેં ભી સાવરકર' નામની ટોપી પહેરીને પહોંચ્યા છે.

Rahul gandhi
જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, તેમનું નામ રાહુલ સાવરકર નથી માટે તેઓ માફી માંગશે નહીં.
કોંગ્રેસની સહયોગી પાર્ટી શિવસેનાએ પણ રાહુલના આ નિવેદન પર નારાજગી વ્યક્ત દર્શાવી હતી. શિવસેનાએ કહ્યું કે, સાવરકર દેશના મહાનાયકોમાં સામેલ છે. તેમનું અપમાન કોઈએ પણ કરવું જોઈએ નહીં.